________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૮૫ ગ્રંથ રચાયો છે. મહાવીરની કથાને રસપ્રદ બનાવવાને લેખકે પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ ચાર ખંડમાં વિભક્ત છે. પહેલા ખંડમાં મહાવીરના મુખ્ય મુખ્ય પૂર્વ આપવામાં આવ્યા છે. બીજા ખંડમાં જન્મથી આરંભી પરિનિર્વાણ સુધીની ઘટનાઓ વર્ણવેલી છે. ત્રીજા ખંડમાં મહાવીર દ્વારા કથિત પંદર દષ્ટાન્ત કથાઓ આપવામાં આવી છે. અને ચોથા ખંડમાં એમના ઉપદેશો પર પ્રકાશ પાડવામાં આવે છે. આ ગ્રંથ ઉપયોગી અને પઠનીય છે.
ભગવાન મહાવીર આ ગ્રંથના લેખક ચન્દ્રરાજ ભંડારી છે. આ ગ્રંથ ચાર ખંડેમાં વિભક્ત છે. પ્રથમ ખંડ ઐતિહાસિક છે, જેમાં નિમ્ન વિષય પર પ્રકાશ પાડવામાં આવે છે: (૧) એ સમયનું ભારતવર્ષ, (૨) આ સમયનાં મોટાં નગર, (૩) ગ્રામરચના, (૪) આર્થિકઅવસ્થા, (૫) સામાજિક સ્થિતિ, (૬) વર્ણાશ્રમધર્મને ઈતિહાસ, (૭) ધાર્મિક સ્થિતિ, (૮) બૌદ્ધ ધર્મનો ઉદય, (૯) આજાવિક સંપ્રદાય, (૧૦) આ સમયના બીજા સંપ્રદાય, (૧૧) જૈન અને બૌદ્ધ ધર્મમાં સંઘર્ષ, (૧૨) શું મહાવીર જૈનધર્મના મૂલ સંસ્થાપક હતા?, (૧૩) જૈનધર્મની ઉન્નતિ અને એને સમાજ પર પ્રભાવ, (૧૪) ભગવાન મહાવીરને કાલ– નિર્ણય, (૧૫) જન્મભૂમિ, (૧૬) માતા-પિતા, (૧૭) જન્મ, (૧૮) જનધર્મ અને બૌદ્ધધર્મ પર તુલનાત્મક દષ્ટિ.
બીજો ખંડ મને વૈજ્ઞાનિક છે. પ્રારંભમાં આ સમયની મને વૈજ્ઞાનિક સ્થિતિનું ચિત્રણ છે. પછી મહાવીરના બાલ્યકાલથી આરંભી સંક્ષિપ્તમાં નિર્વાણ સુધીના પ્રસંગેનો પરિચય આપવામાં આવ્યું છે. ત્રીજો ખંડ પૌરાણિક છે. એમાં મહાવીરના પૂર્વભવ વગેરે પર પ્રકાશ પાડ્યો છે. ચોથા દાર્શનિક ખંડમાં અહિંસા અને અનેકાન્ત આદિ વિષ પર ચર્ચા કરવામાં આવી છે. આ પ્રમાણે મહાવીર અંગે ઐતિહાસિક ૩, શ્રી મહાવીર ગ્રંથ પ્રકાશન મંદિર, ભાનપુરા (હેલકર રાજ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org