________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
આધુનિક સાહિત્ય પ્રાચીન યુગમાં ભગવાન મહાવીર પર પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત તથા રાજસ્થાની અને અન્ય પ્રાતીય ભાષાઓમાં અનેકાનેક ગ્રંથે લખાયેલા છે. આ સર્વને પરિચય આપ સાધનના અભાવને કારણે સંભવ નથી. તો પણ જે ગ્રંથને પરિચય આપવામાં આવ્યો છે, એનાથી એ અંગે સામાન્ય ઝાંખી પ્રાપ્ત થાય છે. વર્તમાન યુગમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શેધપ્રધાન અને જનસાધારણને ઉપગી એવા ઘણા ગ્રંથ પ્રકાશિત થયા છે અને મહાવીરની પચ્ચીસસોમી નિર્વાણ શતાબ્દીના ઉપલક્ષ્યમાં કેટલાય ગ્રંથે ઘણું અધિકારી વિદ્વાનો દ્વારા લખાઈ રહ્યા છે. એમાંના મુખ્ય મુખ્ય ગ્રંથને પરિચય આપી બાકી રહેલા ગ્રંથની અત્રે યાદી પ્રસ્તુત કરીએ છીએ.
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર શ્રી મહાવીર સ્વામી ચરિત્ર, (લેખક સ્વર્ગસ્થ વકીલ નંદલાલ લલ્લુભાઈ, વડોદરા) આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ૧૯૨૫માં પ્રકાશિત થઈ હતી. લેખકની ભાષા ગુજરાતી છે. લેખકે ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને મુખ્ય આધાર લીધે છે. તે સાથે રાજા શ્રેણિક, એમના પુત્ર અને રાણીએને પરિચય આપવા માટે અન્તકૃદ્દશાંગ, અનુત્તરોપપાતિક, જ્ઞાતૃધર્મ કથા વગેરેને ઉપયોગ કર્યો છે. લેખકની શૈલી સુંદર છે.
મહાવીર કથા
પ્રસ્તુત ગ્રંથના લેખક ગેપાલદાસ જીવાભાઈ પટેલ છે. એની, પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૪૧માં અને બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૫૦માં પ્રકાશિત થઈ છે. પ્રામાણિક મહાવીરચરિત્ર લખવાની કલ્પનાથી પ્રસ્તુત ૧. મુક્તિકમલ જૈન મોહન માલા, કોઠી પાળ, વડોદરા ૨. ગુજરાત વિદ્યાપીઠ, નવજીવન કાર્યાલય, અમદાવાદ
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org