________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૯૧
ગ્રંથમાં એ સમયે પણ એમના વિહાર અંગે ઉલ્લેખ મળે છે. આ ગ્રંથનું સપાદન ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી આરા કરી રહ્યા હતા.
આ ચરિત્ર કાવ્યે સિવાય અન્ય અનેક ગ્રંથા એવા છે કે જેમાં ભગવાન મહાવીરની જીવનકથાનું વર્ણન મળે છે. હજી અપભ્રંશ સાહિત્ય અંધકારમાં પડેલું છે, કોઈ દષ્ટિસંપન્ન અનુસંધાતાની પ્રતીક્ષામાં એ સંભવિત છે કે જેમ જેમ અપભ્રંશ સાહિત્યનું સંશોધન થતું જશે તેમ તેમ મહાવીર અંગેના નવા કાવ્ય અને મધ્યયુગમાં પ્રચલિત મહાવીરના જીવનની કેટલીક નવી ઘટનાઓ પ્રકાશમાં આવે.
રાજસ્થાની સાહિત્ય
અમે એ કહી ગયા છીએ કે અપભ્રંશ સાહિત્ય અનેક ભારતીય સાહિત્યની આદિ કડી છે. જેને આપણે પ્રાચીન હિન્દી, પ્રાચીન રાજસ્થાની અને પ્રાચીન ગુજરાતી કહીએ છીએ, તે અપભ્રંશનું અંતિમ રૂપ છે. અપભ્રં’શથી જ અન્ય દેશી ભાષાઓને વિસ્તાર થયેા છે અને અનેક ધારાએ પ્રવાહિત થઈ છે.
રાજસ્થાનીને અપભ્રંશ સાથે સીધા સંબંધ છે. પ્રાચીન ગુજરાતી એની બહેન છે. પ્રાચીન રાજસ્થાની રાસે વગેરેમાં ગુજરાતીના સારા એવા પ્રભાવ છે. કેટલાક ફારસી-અરખી શબ્દો પણ એમાં આવી ગયા છે, જે આ યુગના મેાગલ શાસકેાની ભાષા હતી.
રાજસ્થાની સાહિત્ય જેને ડિંગલ સાહિત્ય કહેવામાં આવે છે, અધિક પ્રમાણમાં વીરરસ માટે પ્રસિદ્ધ છે, પરંતુ એ ભાષા એટલી મધુર અને લહેકાદાર છે કે જ્યાં વીરરસને અસ્ખલિત પ્રવાહ વહે છે ત્યાં શૃંગારરસ, શાંતરસ ( કરુણુરસ ) આદિની રસધારા પણ સર્વથા સમર્થ સિદ્ધ થઈ છે. શ્રુતિમાર્યની સાથે શબ્દની લચક એ આ ભાષાની આગવી વિશિષ્ટતા છે. રાજસ્થાની ભાષામાં ભક્તિ સાહિત્ય પણ પ્રચુર માત્રામાં રચાયેલું છે. ચરિતકથાઓ પણ 'રાસ'ના નામથી ઘણી સંખ્યામાં લખાયું છે. અત્રે માત્ર ભગવાન મહાવીર અંગેના રાજસ્થાની સાહિત્યની સામાન્ય ઝાંખી કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org