________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૮૫ દત્તસૂરિના શિષ્ય અમરચન્દ્ર છે. આ ગ્રંથ ગ્રેવીસ અધ્યાયમાં વિભક્ત છે. એમાં ૨૪મા અધ્યાયમાં ભગવાન મહાવીરનું ચરિત્ર વર્ણવેલું છે.
વીરદય કાવ્ય વીરોદય કાવ્ય-એના રચનાર મુનિ જ્ઞાનસાગરજી છે. ભાષા સંસ્કૃત છે. બાવીસ સર્ગોમાં આ કાવ્ય પૂરું કરવામાં આવ્યું છે. એના સંપાદક પં. હીરાલાલ શાસ્ત્રી છે. જેમણે ગ્રંથની શરૂઆતમાં શેાધ-પ્રધાન ભૂમિકા પણ લખી છે."
ઉત્તરપુરાણ દિગંબર આચાર્ય જિનસેને આદિપુરાણની રચના કરી છે. એમાં ભગવાન આદિનાથ ભગવાનના જીવનનું વિસ્તૃત વર્ણન છે. એમના ઉત્તરકાલીન આચાર્ય ગુણભદ્ર ઉત્તર પુરાણની રચના કરીને એમના અધૂરા કાર્યને પૂર્ણ કર્યું છે. ઉત્તરપુરાણ દિગંબર પરંપરાની એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. એમાં ભગવાન અજિતથી આરંભીને ભગવાન મહાવીર સુધીના તીર્થંકરે અંગે વર્ણન પ્રાપ્ત થાય છે. અંતિમ ચાર પર્વોમાં ભગવાન મહાવીરના જીવનનું નિરૂપણ છે. મહાવીરના પૂર્વ ભવ અને આ વર્તમાન ભવનું વર્ણન મળે છે. પરંતુ વેતાંબર ગ્રંથની જેમ મહાવીરના પરીષહ વગેરેનું વર્ણન નથી. ભાષા શુદ્ધ સંસ્કૃતમય છે; આ ગ્રંથ દિગમ્બર પરંપરામાં મહાવીર અંગેને સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ પછી દિગંબર આચાર્યો પ્રાયઃ આને જ અનુસર્યા છે.
વર્ધમાનચરિતમ્ વર્ધમાનચરિતમના રચનાર મહાકવિ અસગ છે. ગ્રંથની પ્રશસ્તિ ૫ પ્રકાશક: મુનિ જ્ઞાનસાગર જૈન ગ્રંથમાલા ખ્યાવર. ૬ ડો. એ.એન. ઉપાશે અને ડો. હીરાલાલ જન દ્વારા સંપાદિત.
જીવરાજ જૈન ગ્રંથમાલા, સોલાપુરથી બે ભાગમાં પ્રકાશિત. ૭ સંપાદન અને મરાઠી અનુવાદ જિનદાસ પાર્શ્વનાથ ફડકૂલે,
પ્રકાશક: રાવજી સખારામ દોશી, સોલાપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org