________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૭૧
અનેક સ્થાને પર ફરતાં રહેવું, અંતમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવી–એ સર્વનું વર્ણન આ ગ્રંથમાં છે. '
કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાન મધ્યમાં પાપાના મહુસેન ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં દ્વિતીય સમવસરણ થાય છે. એ સ્થાન પર મિલાર્ય નામના બ્રાહ્મણે વિશાળ યજ્ઞનું આયેાજન કર્યું હતું.
આ યજ્ઞવાટિકામાં ભાવી ગણધર– (૧) ઈન્દ્રભૂતિ ( ૭) મૌર્યપુત્ર (૨) અગ્નિભૂતિ ( ૮) અકૅપિત (૩) વાયુભૂતિ ( ૯) અચલભ્રાતા (૪) વ્યક્ત (૧૦) મેતાર્ય (૫) સુધર્મા (૧૧) પ્રભાસ
(૬) મંડિક આવ્યા હતા. એમના મનમાં કમશઃ નિમ્નલિખિત શંકાઓ હતી.૮ -
(૧) જીવનું અસ્તિત્વ ( ૭) દેવેનું અસ્તિત્વ (૨) કર્મનું અસ્તિત્વ ( ૮) નરકનું અસ્તિત્વ (૩) જીવ અને શરીરને અભેદ (૯) પુણ્ય–પાપ (૪) ભૂતાનું અસ્તિત્વ (૧૦) પરલેકની સત્તા (૫) ઈહભવ પરભવ સાદશ્ય (૧૧) નિર્વાણ સિદ્ધિ (૬) ધ–મક્ષ
જ્યારે યશવાટિકાના વિદ્વાનને એ જ્ઞાત થયું કે દેવતાસમૂહ અમારા યજ્ઞથી આકર્ષાઈને નથી આવી રહ્યો પણ ભગવાન મહાવીરના મહિમાથી ખેંચાઈને આવી રહ્યો છે ત્યારે અભિમાની ઇન્દ્રભૂતિ ઈર્ષાથી મહાવીરની પાસે જાય છે. ભગવાન એને એનું નામ લઈને
૬ ગાથા ૫૨૭ ૭ ગાથા ૫૯૪-૫૯૫ ૮ ગાથા ૫૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org