________________
૧૯
રહ્યું છે. એમની અપાર કૃપાદૃષ્ટિને કારણે હું નિરંતર પ્રગતિના પથ પર આગળ વધતા રહ્યો છું. એમની અસીમ કૃપાને સીમ શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરી શકાય. ગ્રંથમાં જે કાંઈ નવીનતા તેમજ શ્રેષ્ઠતા છે, તે એમની કૃપાનુ ફળ છે.
પરમાદરણીય પ્રતિભામૂર્તિ માતેશ્વરી મહાસતી શ્રી પ્રભાવતીજી મહારાજ તેમજ જ્યેષ્ઠ ભગિની પરમ વિદુષી સાઘ્વીરત્ન, સાહિત્યરત્ન શ્રી પુષ્પાવતીજીનું વિસ્મરણ કરી શકાય નહી, જેમનાં હાર્દિક શુભાશીર્વાદ તેમજ પ્રખલ પ્રેરણાને લીધે હું આ ગ્રંથ જલદીથી પૂર્ણ કરી શકયો છું.
સ્નેહમૂર્તિ સહૃદયી શ્રી હીરા મુનિજી, સ્નેહસૌજન્યમૂર્તિ શ્રી ગણેશ મુનિજી, જિનેન્દ્ર મુનિજી તથા પ્રવીણ મુનિજીની હાર્દિક સદ્ભાવના પણ સતત મારી સાથે રહી છે. સાથે સાથે રમેશ મુનિ, રાજેન્દ્ર મુનિ અને દિનેશ મુનિ જે નિરંતર મારી સેવા કરતા રહ્યા છે, એમની સદ્ભાવના તથા સેવાના સહયાગ મળ્યે ન હૈાત તે ગ્રંથ આટલે ઝડપથી પૂર્ણ કરી શકાચા ન હાત. પરમ સ્નેહી વિદય મુનિપ્રવર શ્રી અભયસાગરજી મહારાજને પણ હું ભૂલી ન શકું કે જેમણે મને અપ્રાપ્ય ગ્રંથ પ્રદાન કરીને પોતાના વિરાટ હૃદયને પરિચય કરાવ્યે છે.
ભારતીય સાહિત્યના પ્રકાંડ પ`ડિત દલસુખભાઈ માવણિયાજીએ મારા સ્નેહભર્યો આગ્રહને માન આપી મહાવીર પર એમણે લખેલી અપૂર્ણ હસ્તપ્રત મને મેાકલાવી હતી. જેનાથી મને લખવામાં એક નવી સૃષ્ટિ સાંપડી હતી. મેં પંડિતજીની અનુમતિથી એને યથાસ ભવ ઉપયેગ પણ કર્યાં છે. એમનેા સ્નેહસૌજન્યપૂર્ણ સદ્વ્યવહાર સદા સ્મૃતિ પર ચમકયા કરશે.
તીર્થંકર ખંડ લખતી વખતે પુરાતત્ત્વવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજી, વિજય ઇન્દ્રસૂરિજી તેમજ ડૉ. મુનિ નગરાજજીના ગ્રંથા પણ ઉપયાગી નીવડચા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org