________________
૧૨૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
ભેદનીતિને ઉપયોગ કરવામાં આવતું. જ્યારે આ નીતિઓ સફળ થતી નહીં ત્યારે યુદ્ધ કરવામાં આવતું. યુદ્ધ પૂર્વે સમજૂતી કરવા માટે દૂત મોકલવામાં આવતું. વિપક્ષી એની ઉપેક્ષા કરે તે રાજદૂત રાજાના સિંહાસનને પિતાના ડાબા પગથી ઓળંગતે અને ભાલાની અણી પર પત્ર મૂકી તે એને આપતે. ના એ સમયમાં લેકે યુદ્ધકળામાં નિપુણ હતા. ચતુરંગિણ સેનાની સાથે સાથે કૌશલ્ય, નીતિ, વ્યવસ્થા અને શારિરક સામર્થ્યના પણ જાણકાર હતા. સ્કન્ધાવારનિશ યુદ્ધનો આવશ્યક ભાગ ગણાત.૧૭ સ્કન્ધાવાને દૂરથી આવતે જોઈને સાધુ કે બીજા સ્થાન પર ચાલ્યા જતા. ૧૮ સર્વ પ્રથમ નગરીના દુર્ગને મજબૂત બનાવી તથા અનાજથી કે ઠારે ભરી દીધા પછી યુદ્ધ કરવામાં આવતું. ૧૯
યુદ્ધનાં નવ અંગ માનવામાં આવતાં.° (૧) યાન, (૨) આવરણ, (૩) પ્રહરણ, (૪) કૌશલ, (૫) નીતિ, (૬) દક્ષતા, (૭) વ્યવસાય, (૮) પરિપૂર્ણાગ શરીર અને (૯) આરોગ્ય.
ઉત્તરાધ્યયનના ચૂર્ણિકારે લખ્યું છે કે યાન–વાહન ન હોય તે પાયદળ યુદ્ધમાં શું કરી શકે? યાન–વાહન હોય પણ જે આવરણ(કવચ)નો અભાવ હોય તો સેના કેવી રીતે સુરક્ષિત રહી શકે ? આવરણ અને પ્રહરણ ન હોય તે શત્રુને પરાજિત કરી શકાતું નથી. પ્રહરણ હોય અને જે એના સંચાલનમાં નિપુણતા ન હોય તે યુદ્ધ ૧૭ (ક) જ્ઞાતૃધર્મ તથા ૮, . ૧૧,૧૬ પૃ. ૧૯૦
(ખ) અર્થશાસ્ત્ર ૧૦, ૧, ૧૪૭
(ગ) મહાભારત ૫,૧૫૨ ૧૮ બૃહત્ક૯૫ ભાષ્ય પીઠિકા ૫૫૯ '૧૯ આવશ્યકણિ પૃ. ૮૯ २० जाणावरणपहरणे जुद्धे कुशलत्तणं च नीई अ । दकखत्तं णवसाओ सरीरमारोग्गया चेव ॥
–ઉત્તરાધ્યયન નિયુક્તિ ગાથા ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org