________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૧૨૫
કરી યુદ્ધ કરતા હતા. યુદ્ધમાં હાથી કઠિન માર્ગ સહેલાઈથી પસાર કરી નાંખતા. શત્રુ વડે કરવામાં આવતા પ્રહારથી પિતાની જાતનું રક્ષણ કરતા. શત્રુઓના નગરના કેટ અને પ્રવેશદ્વારને તેડી નાંખી અંદર પ્રવેશ કરતા અને એને નાશ કરી દેતા. શત્રુના સૈન્યને ચગદી નાંખતા. નદીમાં એક હારમાં ઊભા રહી પુલ બનાવી દેતા. આ બધાને કારણે આચાર્ય કૌટિલ્ય હાથીઓની સેનાને રાજાના વિજયના કારણરૂપ ગણાવી છે. ૧૩
ચતુરંગિણી સેનાનું પાયદળ મુખ્ય અગ હતું. પાયદળ હાથમાં તલવાર, ભાષા, ધનુષ બાણ આદિ લઈને કૂચ કરતા. શરીર પર અખ્તર અને કવચ ધારણ કરતા. ભુજા પર ચર્મપટ્ટ બાંધતા. તથા ગરદનમાં આભૂષણ પહેરતા અને મસ્તક પર વીરતાસૂચક પટ્ટ બાંધતા.૧૪ જ્યારે તેઓ ધનુષ–બાણને ઉપગ કરતા તે સમયે તેઓ આલીઢ, પ્રત્યાલીઢ. વૈશાખ, મંડલ અને સમપાદ નામનાં આસને આશરે લેતા.૫
આ ચાર પ્રકારની સેના સેનાપતિને આધીન રહેતી. તે જ સેનાની વ્યવસ્થા સંભાળતે. સેના સેનાપતિના અનુશાસનમાં રહેતી. યુદ્ધના સમયે રાજાની આજ્ઞા મેળવી સેનાપતિ ચતુરંગિણી સેનાને સજજ કરી યુદ્ધ માટે પ્રસ્થાન કરતે.
યુદ્ધનીતિ
વર્તમાનકાળની જેમ તે સમયમાં પણ લોકો યુદ્ધથી ભયભીત રહેતા હતા. યુદ્ધ ન થાય તે માટે સર્વ પ્રથમ શામ, દામ, દંડ અને ૧૨ નીતિવાક્યામૃત ૨૨૬, સોમદેવસૂરિ ૧૩ અર્થશાસ્ત્ર ૨,૨, કૌટિલ્ય ૧૪ (ક) ૫ પાતિક ૩૧, પુ. ૧૩૨
(ખ) વિપાકસૂત્ર ૨, ૫. ૧૩ ૧૫ નિશીથભાષ્ય ૨૦,૬૩૦૦ ૧ પપાતિક ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org