SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૨૩ મૂત્રથી ખરડાતું નહીં.૮ વિજાતિથી ઉત્પન્ન થનાર ઘોડાને ખચ્ચર કે અશ્વતર કહેવામાં આવતા. જે હલકા પ્રકારના ઘોડા હોય તેને “ઘાટક કહેવામાં આવતા.૯ : ઘેડાને તાલીમ આપવામાં આવતી.°તાલીમ આપવાના સ્થાનને વાહિપાલિ” કહેવામાં આવતું. અશ્વ-દમગ, અશ્વમેંઠ અને અશ્વારોહ વગેરે અશ્વને તાલીમ આપવાનું કાર્ય કરતા હતા. અને “સોલગ” ઘોડાઓની દેખરેખ રાખતા. કાલિય દ્વીપના ઘેડાએ ખૂબ પ્રખ્યાત હતા. વ્યાપારીઓ એને વિણા વગેરે વાદ્યયંત્ર વગાડી, ચિત્તાકર્ષક વસ્તુઓ બતાવી સુગંધિત પદાર્થોને સુંઘાડી–મધુર વસ્તુ ખવડાવી એમને પિતાની તરફ આકર્ષતા. યુદ્ધમાં જવા પૂર્વે ઘડાને કવચ, ઉત્તરકંચુક તથા મેઢા પર આભરણ વગેરે લટકાવવામાં આવતાં હતાં. ઘેડાઓ પર મૂકવામાં આવતાં જિનને “થીલ્લી કહેવામાં આવતું. ઘોડાઓ પર આયુધથી સુસજિજત એવા અસવાર બેસતા હતા. ૯૮ (ક) જમ્બુદ્વીપપ્રાપ્તિ ટીકા ૨ પૃ. ૧૧૦ (ખ) ઉત્તરાધ્યયન ટીકા ૩ પૃ. ૫૭ (ગ) રામાયણું ૧૬,૨૨ ૯૯ દશવૈકાલિક ચૂર્ણિ ૫,૬ પૃ. ૨૧૩ ૨૦૦ (ક) રાજકશ્રીય ૧૬૧ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૩૪૩-૩૪૪ (ગ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ ૨૬૧ ૧ (ક) નિશીથચૂર્ણિ, ૯,૨૩-૨૪ (ખ) અર્થશાસ્ત્ર ૨,૩,૪૭,૫૦માં પણું ચર્ચા છે. ૨ બૃહતક૯૫ભાષ્ય ૧,૨૦૬૬ ૩ જબૂદીપપ્રજ્ઞપ્તિ ટીકા પૃ. ૧૨૩માં બે ઘોડાની ગાડીને “થિલી' કહી છે. ૩ (ક) આવશ્યક ચૂર્ણિ ૨ પૃ. ૧૭૦ (ખ) જ્ઞાતૃધર્મ કથા પૃ ૧૦૦માં શ્રેણિકનો સેચનક હતી તેમજ શ્રીકૃષ્ણને વિજય હસ્તીને ગંધહસ્તી કહ્યો છે. જે પિતાની સુગંધથી બીજા હાથીઓને પિતાની તરફ આકર્ષિત કરતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy