________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
કારાગૃહ
કારાગૃહની દશા ખૂબ યાજનક હતી. અપરાધીઓને દારુણ કષ્ટ આપવામાં આવતું. એમને ત્યાં ભૂખ, તરસ અને ટાઢ-તડકા વગેરે અનેક પ્રકારનાં દુઃખા સહન કરવાં પડતાં. એનું મુખ શ્લાન થઈ જતું. પોતાના જ મળ-મૂત્રમાં પડી રહેવાને કારણે એમને અનેક રાગા થતા. મૃત્યુ થયા પછી એમના પગમાં દોરડુ ખાંધી એમને ખાઇમાં ફેંકી દેવામાં આવતા હતા. વરૃ, કૂતરા, શિયાળ, ખિલાડી વગેરે પશુઓ એનું ભક્ષણ કરી જતા,૮૯
૧૨૦
કેદીઓને વિવિધ પ્રકારનાં બંધનાથી માંધવામાં આવતા. વાંસ, નેતર કે ચામડાના ચાબુક વડે એમને ફટકારવામાં આવતા. લાખંડની તીક્ષ્ણ શલાકાએ કે સેાય વડે એમના શરીરને વી...ધી નાંખવામાં આવતું. ગુપ્તચર
આ સમયમાં નાનાં નાનાં અનેક રાજ્યેા હતાં. હર એક રાજ્યમાં ગુપ્તચર સક્રિયપણે કાર્ય કરતા. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાના પ્રસંગે ગુપ્તચરની શંકાથી સાધુઓને પણ પકડી લેવામાં
આવતા.૯૦
યુદ્ધ
આ યુગમાં સામાન્યતઃ રાજ્ય વિસ્તૃત કરવાના ખ્યાલથી યુદ્ધ કરવામાં આવતું. ક્ષત્રિય રાજા પોતાના શૌર્યનું પ્રદન કરવા ઉત્સુક રહેતા. માટે ભાગે યુદ્ધ ત્રણ કારણથી થતાં : ધન, જમીન અને સ્ત્રી. જો કાઈ પાસે કાઈ બહુમૂલ્યવાન વસ્તુ હોય તો બીજી વ્યક્તિ એને પ્રાપ્ત કરવા માટે પોતાની સારી શક્તિ ખેંચી નાંખતા. ઉજ્જયિનીના
૮૯ પ્રશ્નવ્યાકરણ ૧૨ પૃ. ૧૫ ૯. ઉત્તરાધ્યયન ગૃહવ્રુત્તિ, પત્ર ૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org