________________
લેખકની લેખિનીથી.....
ભગવાન મહાવીર વિશ્વ-ઈતિહાસના એક અદ્ભુત મહાપુરુષ છે. એમનું લકત્તર વ્યક્તિત્વ અને કૃતિત્વ “મોરીયા' અને મતો મહીયાન” છે. તેઓ એક એવી વિલક્ષણ હસ્તી છે, જેને કોઈ જવાબ નથી. તેઓ અદ્ભુત, અનુપમ અને અજોડ છે. આધ્યાત્મ જગતમાં મહાવીર જેવું વિરલ વ્યક્તિત્વ શેાધવા છતાં બીજું કઈ સાંપડતું નથી.
- જ્યારે સૂર્યનું આગમન થાય છે ત્યારે સમગ્ર સંસાર પ્રકાશથી ઝળઝળી ઊઠે છે. અને જ્યારે એમનાં કિરણે ફરી પાછાં ચાલ્યાં જાય છે ત્યારે સમગ્ર સંસાર અંધકારથી વ્યાપ્ત થઈ જાય છે. વિશ્વના રંગમંચ પર આ અભિનય સદા ભજવાતે રહે છે. કેમકે જેઓ સ્વયંપ્રકાશી લેતા નથી તેઓ પરપ્રકાશથી ચમકે છે. આ જગતમાં સ્વયંપ્રકાશી બહુ ઓછી વ્યક્તિઓ હોય છે. મોટે ભાગે તો લેકે પરપ્રકાશી હોય છે. ભગવાન મહાવીર સ્વયં પ્રકાશિત હતા. જન્મથી આરંભી પરિનિર્વાણ પયંત તેઓ પ્રકાશપુંજની જેમ પ્રકાશ કરતા રહ્યા અને એમની પાછળ એમના વિમલ-વિચારોને આલેક માર્ગભૂલેલા જીવનપથિકને સદા માર્ગદર્શન આપતા રહ્યો છે. - ભગવાન મહાવીરના જીવનની કેટલીક ઘટનાઓ એવી છે કે જે સાધારણ માનવીના મગજમાં ઊતરવી મુશ્કેલ છે. સંક્ષિપ્તમાં એનું નિરાકરણ આ પ્રમાણે છે–ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિભ્રમણ કરતા રહ્યા. જ્યારે અન્ય ઘણાખરા સાધકે, સાધનકાલમાં પરિભ્રમણને ત્યાગ કરી એક સ્થાન પર જ રહ્યા છે. આ ઊલટે ક્રમ મહાવીરની સાધનામાં જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org