________________
૨. ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
ભગવાન મહાવીરનું જીવન અને એમના ઉપદેશ સમજવા માટે એ જરૂરી છે કે એમના યુગના સમાજ અને સંસ્કૃતિનું અવલેકન કરવામાં આવે કે જેના પ્રકાશમાં આપણે સરળતાપૂર્વક મહાવીરના જીવન-દનને સમજી શકીએ.
આજકાલ પ્રબુદ્ધ જિજ્ઞાસુ એ જાણવા ઉત્સુક છે કે ભગવાન મહાવીરના યુગમાં સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સ્થિતિ કેવી હતી ? એ સમયનાં સમાજ અને સંસ્કૃતિનું કેવું સ્વરૂપ હતું ?
ભગવાન મહાવીરે પોતાના પ્રવચનેામાં તપ, ત્યાગ અને વૈરાગ્ય પર વિશેષ ભાર મૂકયો છે. જીવનનાં ભૌતિક સુખ-સગવડા પ્રત્યે એમને અભિરુચિ ન હતી. આ કારણે સમાજ અને સામાજિક રીતરિવાજોના કાઈ વિશેષ ઉલ્લેખ તથા રાજનૈતિક ચર્ચાનું વિવરણુ એમના ઉપદેશમાં અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. આ સંદર્ભમાં આગમ તેમજ એના વ્યાખ્યાસાહિત્યમાં પ્રસંગેાપાત અહીંતહી વિખરાયેલી સક્ષિપ્ત સૂચનાના આધાર પર જ આપણે ભગવાન મહાવીરના યુગનાં સમાજ અને સંસ્કૃતિ અગે વિચારી શકીશું.
આ સંજોગમાં અત્રે રજૂ કરેલી સામગ્રીમાંની કેટલીક સામગ્રી ચાક્કસપણે મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ અ ંગેની હશે, પણ એમાંથી કેટલીક સામગ્રી મહાવીર પછીના આગમના વ્યાખ્યા સાહિત્યમાંથી ઉપલબ્ધ થયેલી છે, તે અંગે એમ કહી શકાય કે એમાંની કેટલીક સામગ્રી કે જે મહાવીરના સમયથી પરંપરાથી ઊતરી આવેલી-પરંપરાપ્રાપ્ત હશે, તે મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ અંગે ઉપયાગી સૂચન કરી શકે તેમ છે, પણ ખીજી કેટલીક સામગ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org