________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
અને લેષણા તરફથી માં ફેરવી લઈ વિકાસ કરે છે. ભિક્ષાથી નિર્વાહ કરી સંતુષ્ટ રહે છે....
""
જે પુત્રૈષણા છે તે જ લેાકૈષણા છે. ૧૮
ઇસિભાસિયમાં પણ ઇસિભાસિયને યાજ્ઞવલ્કય એષણાત્યાગ ખાંદ ભિક્ષાથી સંતુષ્ટ રહેવાની વાત કરે છે.૧૯ તુલનાત્મક દૃષ્ટિથી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે જાણવા મળે છે કે બન્નેના કથનમાં કેટલીક સમાનતા છે. વૈશ્વિક વિચારસરણી અનુસાર સંતાનેપત્તિને આવશ્યક ગણવામાં આવે છે. ત્યાં પુત્રૈષણાના ત્યાગને કાઈ સ્થાન નથી. મૃદદારણ્યકમાં એષણાત્યાગના વિચાર જોવા મળે છે. તે શ્રમણ સંસ્કૃતિની દેન છે.
૨૦
એમ. વિરન્ટનિટ્સે અર્વાચીન ઉપનિષદોને અવૈદિક ગણાવ્યાં છે. પરંતુ એ પણ સાચું છે કે પ્રાચીનતમ ઉપનિષદ પણ પૂર્ણપણે વૈદિકવિચારસરણીની સમીપ નથી. એના ઉપર ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન પાર્શ્વનાથની વિચારસરણીના સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.
એમ માનવામાં આવે છે કે ગ્રીકના મહાન દાર્શનિક પાઈથાગેારસે ભારત આવ્યા હતા અને તે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણાના સંપર્કમાં આવ્યા હતા.૨૧ એમણે આ શ્રમણા પાસેથી આત્મા, પુનર્જન્મ, કર્મ વગેરે જૈન સિદ્ધાન્તાનું અધ્યયન કર્યું અને પછી તે વિચારા એમણે ગ્રીકના જનસમુદાયમાં પ્રસારિત કર્યાં. એમણે માંસાહારના વિરાધ કર્યો. કેટલીક વનસ્પતિએના ભક્ષણને ધાર્મિક દૃષ્ટિથી ત્યાજય ગણાવ્યું. એમણે પુનર્જન્મ સાખિત કર્યાં. એ જરૂરી છે કે તટસ્થ દષ્ટિથી આ વિષય પર વધુ અન્વેષણા કરવામાં આવે.
૧૮ બૃહદારણ્યક. ૩,૫૧.
૧૯ ઇસિભાસિયાઇ ૧૨, ૧-૨.
૬૭
૨૦ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પૃ. ૧૯૦-૧૯૧
૨૧ સંસ્કૃતિ કે ચલ મે—દેવેન્દ્રમુનિ પુ. ૩૩-૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org