________________
મનનું ધન
જે મકાનમાં બહુ જ ધન હોય તે મકાનની તમે કેટલી તકેદારી રાખે ? કેવી ચાકી મૂકે ?
મનના મકાનમાં ધનના ઢેર પડેલા છે, એ તમે જાણો છે ? એક એક સદ્દવિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ ? કેઈ ચાકી મૂકી છે?
આપણે ખરેખર બ્રમણામાં અટવાયા છીએ, તનના મકાનની જ આપણે તકેદારી અને ચાકી રાખીએ છીએ ! કે જે તનમાં હાડકાં, માંસ અને લેહી સિવાય કંઈ નથી.... જે ધૂળ સમાન છે.... જે આપણને વાસ્તવિક સુખ, શાન્તિ આપવા સમર્થ નથી.
મનના મકાનની રક્ષા કરો.'
મનનું ધન કોઈ ચારી ન જાય, સદ્દવિચાર ચારાઇ ન જાય તેની ખરેખરી તકેદારી રાખે, ચોકીદાર બરાબર ગોઠવી દો. સાત્વિક ભાવોને પોષનાર ગ્રંથ, આંતરદષ્ટિને ઉઘાડી આપનારા સાધુ પુરૂષા, કૃપાસાગર તારકે પરમાત્મા.... આ બધા ચાકીદારો છે. મનના દ્વારે આમને સ્થાન આપે, તમારૂં મનનું ધન સુરક્ષિત રહેશે, અને એ ધન દ્વારા જ તમે અક્ષય અને અનંત સુખ મેળવશે !
9.
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org