________________
પરદુઃખ પરિહાર - તારા સુખની ખાતર તું કોઈને દુ:ખ આપતા નથી ને ? તારે સમજવું જોઈએ કે તને જેમ દુઃખ પ્રિય નથી તેમ કાઈ જીવને દુઃખ પ્રિય નથી, તે તારાથી બીજા જીવને દુઃખ કેમ આપી શકાય ? .
તે પછી તને પ્રશ્ન ઉઠશે કે બીજાને દુઃખ આપ્યા વગર સુખી જીવન જીવી શકાય ખરૂ ? હા ! કોઈને ય દુઃખ આપ્યા વગર પરમ સુખી જીવન જીવવાની માગ પરમ કૃપાળુ પરમાત્માએ બતાવેલા છે. .
હવે અમારા તને પ્રશ્ન છે કે તારે એવું જીવન જીવવું છે ખરૂ ?
છે. હવે અમાવેલ છે. ૧લાના માગ ભS:ખ આપ્યા
તારા હાથે કાઈ જીવને પીડા થઇ, દુઃખ થયું કે મૃત્યુ થયુ, એ જોઈને તારા દિલમાં શું વિચાર આવે છે ? | ‘અહા, મને પાપ લાગ્યું. ભવાંતરમાં મારે એ પાપનું ફળ ભોગવવું પડશે. માટે લાવ પ્રાયશ્ચિત કરી લઉં....” ને સાધુજીવનની ભૂમિકાએ તને આ વિચાર આવે, તેની આગળ કોઈ જ બીજો વિચાર ન આવે તે ઘણું જ શાચનીય ગણાય.
તારા હાથે અજાણતાં જીવને પીડા થઈ, દુઃખ થયું કે મોત થયું, એ જોઇને તારા દિલમાં અરેરાટી....ધ્રુજારી આવી જવી જોઈએ.
અહા, મારા પ્રમાદથી આ જીવને દુઃખ થયું, પીડા થઈ. એ જીવના દુઃખે દુ:ખી થઈ જવાની, એ જીવની પીડાએ પિડીત થઈ જવાની ભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ. તને દુ:ખ તારા પાપના કારણે આવનારા દુઃખના ભયથી નહિ, પરંતુ સામા જીવની પીડાના કારણે લાગવુ” જોઈએ.
૫૪
આમસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org