________________
શાન્તિના ઉપાય ?
તત્વને જાણવું જુદું અને તત્વને પામવું એ જુદું. તત્ત્વને પામવા માટે તત્વથી ભાવિત થવું પડે. વારંવાર એ તત્ત્વને ભાવીને આત્મસાત્ કરવું પડે.
એટલે આ ભાવનાઓ વારંવાર ભાવવાની છે. એક વખત વાંચીને મૂકી દેવાની નથી. આ શબ્દોના સથવારે વાસ્તવિકતામાં ડૂબકી મારવાની છે. આખાથી દેખાતી દુનિયા વાસ્તવિક નથી. વાસ્તવિક દુનિયા આખોથી જોઈ શકાતી નથી....એ જોવા માટે જ્ઞાનનયન ખૂલવાં જોઈએ. તે માટે આ ભાવનાઓ ભાવવી અતિ આવશ્યક છે.
| સંસારના સુખ-દુઃખનાં, ખુશી–નાખુશીનાં, રાગ-દ્વેષનાં દ્વન્દ્રોમાંથી મનને મુક્ત રાખવા માટે આ ભાવનાએ અદભૂત ઉપાય છે. રોજ આ ભાવનાએ ભાવવાની છે. વારંવાર ભાવવાની છે. તમને કેાઈ કુલેશ કે સતાપ સતાવી નહીં શકે. તમારી સમતા અને સમાધિ અખંડિત રહેશે. આ ભાવનાઓ વિના વિદ્વાનોનાં ચિત્ત પણ શાન્તસુધારસ અનુભવી શકતાં નથી. આ
આત્મસ દિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org