________________
-
તમને એ જોઈ રહ્યા છે : તમે એ પરમ પિતા તરફ તે દૃષ્ટિ કરો....એ પરમકૃપાળુ સદૈવ તમને જોઈ રહ્યા છે....તમે એમના તરફ નથી જોતા ! તમે તે એમની તરફ જઈ રહ્યા છે કે જે તમારી તરફ જવા તૈયાર નથી !
એ કરુણાના સાગર....અનંત શકિતનિધાન પરમાત્મા તમને પ્રતિસમય જોઈ રહ્યા છે, પછી તમને દુઃખ શાનું ? અશાન્તિ શાની ? જે બાળક માતાની દષ્ટિમાં છે, તે બાળક જાણે છે કે મારી માતા મને જોઈ રહી છે, પછી દુ:ખ નથી અનુભવતું.
તમે એ પરમ પિતા તરફ દૃષ્ટિ કરો... એને જોવા માટે દૃષ્ટિને સૂમ બનાવે. એને જોવા બાહ્ય જગતના ઝગમગાટમાંથી મુકત થાઓ. આંખ બંધ કરીને સ્થિર બને....પછી એ પરમપિતાનું નામ લઇને પાકાર કરો, જ્યાં સુધી એનાં દર્શન ન થાય ત્યાં સુધી પોકાર ચાલુ રાખો. અધીર ન બને. એક વખત દર્શન થયા પછી કયારેય એ તમને છોડી જશે નહિ.
આત્મસ વેદન
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org