________________
પરમાત્માની પ્રાપ્તિ : કોઈ વાર અતિ તૃષામાં પાણી વિના ગુંગળામણ અનુભવી છે? કઈ વાર અતિ તાપમાં પવન વિના શું ગળામણ અનુભવી છે? કોઈ વાર અતિ સુધામાં આહાર વિના તીવ્ર ગુંગળામણ અનુભવી છે ?
પરમાત્મતત્વ વિના... પરમાત્મતત્વની પ્રાપ્તિ વિના... આપણને તીવ્ર બેચેનીને અનુભવ છે ? જ્યારે આપણે પરમાત્મતત્વ વિના ક્ષણવાર પણ સુખચેન નહિ અનુભવીએ ત્યારે અ૯પ ક્ષણોમાં જ આપણને પરમાત્મતત્વની પ્રાપ્તિ થશે.
| પરમાત્મતત્વની પ્રાતિ સિવાય જ્યારે આપણને કેાઈ જ ઝંખના નહિ રહે ત્યારે આપણે પરમાત્મતત્વની પ્રાપ્તિના સખત પુરૂષાથ" કરી શકીશું.
પ્રીતિ : હે દેવ ! કૃપાનાથ ! હું આપની સાથે પ્રીતિને સંબંધ બાંધી શકું, એનો કોઈ ઉપાય મને બતાવે ! વિશ્વ સાથેની સેવાધિક પ્રીતિથી વિરક્ત બનવું છે... તે ધન્ય દિવસ જેવા હું ચાહું છું !
હું જાણું છું આપ વિશ્વથી પર છે. હું જ્યાં સુધી વિશ્વથી પર ન બનું ત્યાં સુધી મારી આપની સાથે સંબંધ થઈ શકે નહીં, જગતની પ્રીતિમાં ફસાયેલાને મુક્ત કરો ! એ કામ આપતું નથી ? - મારા પર પ્રીતિ કરનારને હું ચાહું છું. એ મને ચાહવાના ડાળ કરે છે...હું એની કપટલીલા જાણી શક્તા નથી.. હું એને મારૂ હદય આપી દઉં છું....મારા હદયના ટુકડા થઈ જાય છે.
- મારા હૃદયેશ ! પ્રાણેશ ! મારી આવી કરૂણ સ્થિતિ આપ જુઓ છો....જાણે છે....છતાં મારી ઉપેક્ષા કેમ કરો છો?
આપ મારા પર કામણ કરે...હું આપને બની જાઉં !.... હું આપને જ જઉં....આપના સિવાય મને કંઈ જ ન દેખાય !
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org