________________
૩૫
છે, જાણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જાણે આપણી સાથે ખેલી રહ્યા છે, જાણે આખા શરીરમાં ભગવાન વ્યાપી ગયા હોય, જાણે તન્મય ભાવને પામ્યા હોય તેવું અનુભવાય છે. તેથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. માટે ત્રણ નિક્ષેપના આદરથી જ ભાવ નિક્ષેપના આદર થઈ શકે, અને ભાવાલ્લાસ વધે છે.
મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિક્ષેપે હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતા વિશિષ્ટ અનુભવેને જીવનમાં અનુભવવા ઉપદેશ આપેલ છે. ઉપરનાં શાસ્ત્રવચને સાક્ષી પૂરે છે કે ભગવાન આપણા હૃદયમાં પ્રવેશે છે, આપણી સાથે મધુર વાર્તાલાપ કરે છે, આખા શરીરમાં વ્યાપી જાય છે. આવા અમૃત અનુભવ કરવા તે જ માનવજીવનનું લક્ષ્ય છે.
પ્રભુનું નામ લેવાથી પ્રભુ આપણને મળવા માટે આવે છે. અને પ્રભુના મેળાપ છેવટે ભવથી પાર ઉતારે છે. કહ્યુ છે કે
‘તુંહી અલા ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે; પાર ભવના તેહ પામે, એહિ અચિરજ ઠામ રે. પ્રભુ તુંહી, તુંહી, તુંહી, તુંી, યુંહી ધરતા ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા, તેને લલ્લું તાહરુ તાન રે. ( જ્ઞાનવિમલસૂરી વિરચિત
સ્તવન )
યા. પ્ર. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org