________________
૩૪
નામ અને નામીના કથ ચિત્ અભેદ સબંધ છે. ‘લાડુ' શબ્દ ખેલવાથી તેના દેખાવ, સ્વાદ, બધું નજર સમક્ષ આવે છે. ‘રસગુલ્લાં’ શબ્દ ખેલીએ છીએ ત્યારે કેટલાક રસલાલુપી માણસાને માઢામાં પાણી આવે છે, તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધા સબંધ છે. તેવી રીતે અરિહત' એવા નામને સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે સીધા સંબધ છે. માટે કહ્યું છે કે,
નામ ગ્રહે આવી મળે, મન ભીતર ભગવાન.'
માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આપણામાં ઉત્પન્ન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે ત્રિવિધ ત્રિવિધ પ્રભુભક્તિ કરવી. ( Devotion to Divinity ).
જૈનશાસનમાં ચાર નિક્ષેપેાનું અદ્દભુત તત્ત્વજ્ઞાન છે. ભાવ નિક્ષેપેા તા અતિ ઉપકારી છે જ; પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્યની પણ અતિ કિંમત છે. ઉપાધ્યાયજી યશેાવિજયજી મહારાજા પ્રતિમાશતક' નામના ગ્રંથમાં લખે છેઃ
नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव स्फुरति । हृदयमिवाऽनुप्रविशति, मधुरालापमिषऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः, तत्कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरः १ भाषोल्लासस्य तदधीनत्वात् ॥
ભાવાનુવાદ : નામ, સ્થાપના અને દ્રષ્ય એ ત્રણ હૃદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત્ સામે દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org