________________
૧૭૩
બાલાવ્યા. ઝાડ ઉપરની પૂતળીની ડાબી આંખ વીંધવાની હતી. એક પછી એક બધાને પૂછ્યું: “તમને શું દેખાય છે?” “બધું જ દેખાય છે. તેમ દરેકે કહ્યું. છેલ્લે અર્જુનને પૂછ્યું, ત્યારે અને કહ્યું : “લક્ષ્ય સિવાય કંઈ પણ દેખાતું નથી.” ગુરુએ આજ્ઞા કરી અને અર્જુને લક્ષ્ય વધ્યું; અર્થાત્ જ્યાં સુધી લક્ષ્ય (પરમાત્મા) સિવાય બીજું બધું જ દેખાતું બંધ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. બીજા બધામાંથી વૃત્તિઓ નીકળી ન જાય, ત્યાં સુધી પરમાત્માના દર્શન થતાં નથી. દર્શનની સાચી લગની, પરમાત્માના મિલનની તીવ્ર ઝંખના અને તેના માટે જ સર્વ પ્રયત્ન થાય ત્યારે પરમાત્મા મળ્યા સિવાય રહેતા નથી.
ધ્યેય-લક્ષ, પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્મ દર્શન, આમદશન, આત્માનુભવ, આત્મસાક્ષાત્કાર આ સર્વ એકાર્થી વચને છે. આપણે લક્ષ પ્રત્યે સદા જાગૃત રહેવું જરૂરી છે. (૧) આ જન્મનું લક્ષાંક આત્માનુભવ. - હવે પછીના જન્મનું લક્ષાંક આત્મસ્વરૂપનું સંપૂર્ણ
પ્રગટીકરણ (૨) આપણું ભૂમિકાને અનુરૂપ વ્યવહાર ધર્મની ક્રિયામાં
રક્ત રહી આમાનુભવ આ જન્મમાં જ કરવા
માટે પુરુષાર્થ કરવો. (૩) આ ગ્રંથમાં જુદી જુદી ભૂમિકા બતાવી છે. આપણે
જ્યાં હોઈએ ત્યાંથી સાધનામાં આગળ વધવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org