________________
૧૪૮
વિશિષ્ટ આરાધકે માટે જીનભક્તિની સર્વોચ્ચ ભૂમિકા
પરમાત્માની સાથે તન્મય બનવાની પ્રક્રિયા.
અનંતકાળથી આપણી ચેતના પરપુગલ સગે પુદ્ગલ અનુયાયી બની છે. આદર બહુમાન પરપુદગલનું છે. રૂચિ પરપુદગલમાં છે. રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકવતા પુદ્દગલ સાથે છે. આપણું ચેતના વિભાવ દશામાં પુદ્ગલ પરિણામી બનેલી છે. આ વિભાવ પરિણતિ આપણો મૂળ ધર્મ નથી, તેથી તેનું નિવારણ કરવાના ઉપાય કરીએ તે તે જાય તેમ છે. તેને ઉપાય વિચારતાં જે તેને આપણા શુદ્ધ સ્વરૂપ સાથે જોડવા પ્રયત્ન કરીએ તે ટકી શકીએ તેમ નથી. અને આત્મા પુદ્ગલના સંગે કર્મના બંધને વધારે છે. માટે જેમનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તેવા શુદ્ધ, પૂર્ણ અને પરમાનંદ સ્વરૂપ પરમાત્મા સાથે આપણી ચેતનાનું જોડાણ થાય તો આપણી ચેતના આત્મસ્વરૂપ અનુયાયી બને છે. અને તે જ આત્માનુભવ કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ શક્ય બને છે.
અનંત કાળથી પુદગલ અનુયાયી બનેલી આપણી ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવાને ઉપાય આપણી ચેતનાને પરમાત્મ સ્વરૂપ અનુયાયં બનાવવી તે છે. પરમાત્માના ગુણને રંગે રંગાયેલી આપણી ચેતના કેવી રીતે બનાવવી ? પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org