________________
૧૪૯ કેવી રીતે થાય? પરમાત્મ ગુણરસિક આપણી ચેતના કેવી રીતે બનાવવી?
અનંત કાળથી જીવને પુદગલનું (જડ પદાર્થનું) આદર અને બહુમાન છે. તે પલટાવને પરમાત્મા અરિહંત દેવના ગુણો પ્રત્યે આદર બહુમાન કરવું. પરમાત્માના ગુણોના મુખ્ય ત્રણ વિભાગ છે.
પહેલે વિભાગ ઉપકાર સંપદા-પરમાત્મા કરણના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જીવોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ભાવપૂર્વક ચિંતન કરવું.
બીજી અતિશય સંપદા– ૭૪ અતિશ, ૩૫ વાણના ગુણો, પ્રાતિહાર્યો, સમોસરણની ઋદ્ધિ આદિનું ચિંતન કરવું.
ત્રીજી મૂલગુણસંપદા–શુદ્ધ આત્મચેતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભેગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્ય શક્તિના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુક્ત, એકાંતિક –આત્યંતિક-અનંતઅવ્યાબાધ – સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ સુખથી પરિપૂર્ણ – - એક અતિશય, પ્રાતિહા આદિનું વર્ણન આ પુસ્તકમાં છેલ્લા ૩૪ મા પ્રગમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org