________________
૧૪૭
મનું બારણું ખોલે છે. શ્રીપાલ અંદર આવી માતાના ચરણમાં નમસ્કાર કરે છે. માતા આશીર્વાદ આપે છે. મયણું વિશેષ વિનય વડે પતિને પ્રણામ કરે છે. શ્રીપાલ મનહર પ્રેમભર્યા વચન વડે મયણાને બોલાવે છે.
આપણે પણ પરમાત્માની પૂજા વખતે આ અમૃતકિયાના સાત લક્ષણથી ભાવિત બની ધ્યાનમાં સ્થિર બનીએ તે પૂજાનાં પ્રત્યક્ષ ફળ માટે આવતા ભવ સુધી નહિ, આવતી કાલ સુધી પણ રાહ જોવાની જરૂર નથી.
આ રીતે અમૃતક્રિયાનાં આઠ લક્ષણ પૂર્વક પૂજા વખતે ધ્યાન કરવું.
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, બિસર ગઈ દુનિયા તનમનકી, અચિરાસુત ગુનગાનમેં.
પરમાત્માના ધ્યાનમાં આપણે લીન બની ગયા. પરમાત્મ ધ્યાનના પ્રભાવથી આપણું દુઃખ, દુર્ભાગ્ય, ચિંતા, ભય, અશાંતિ ફર થઈ ગયા. સુખ, શાંતિ આનંદનો અનુભવ થયે..... પરમાત્માના ધ્યાનના પ્રભાવથી આવું અનુભવવું. પ્રત્યેક ભાવથી ભાવિત બનવું અને અનુભવ કર. છેવટે આ રીતે પ્રભુના સ્તવન, ગુણગાન, તે દ્વારા થતું ધ્યાન આત્માના પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ કરાવશે. આ પદ્ધતિથી સ્તવન કરવાથી સ્તવનના ભાવની અનુપ્રેક્ષા દ્વારા ધ્યાનમાં પ્રવેશ કરી છેવટે આત્માનુભવ સુધી પહોંચી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org