________________
૧૧૯
કારણ ઉપર આધિપત્ય કાનુ છે ? મહાપુરુષ કહે છે કે કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળાં તારાં દાસા રે; મુખ્ય હેતુ તું માક્ષના, એ મુજને સખળ વિશ્વાસા રે.
આ પાંચ કારણા ઉપર નિમિત્તરૂપે બલવત્તરતા અરિહંત પરમાત્માની છે. જે મનુષ્યનું મન અરિહંત પરમાત્માની સાથે તદાકાર ઉપયેાગે પરિણમે, તેને પાંચે કારણેા આધીન બની જાય છે અને પાંચે કારણા અનુકૂળ બનવાથી આજે પરમાત્મા મારી પાસે આવ્યા. અને મારા કપાળમાં મુક્તિનું તિલક કરી ગયા. મહાપુરુષોએ આવુ અનુભવ્યુ છે. જીવનમાં આપણે પણ પરમાત્માને મેળવવાના સ’કલ્પ કરીએ છીએ, તેા પરમાત્મા આપણને પણ અવશ્ય મળે.
જશ કહે સાહેબે ગતિનું', કરીયુ તિલકનિજ હાથે” પરમાત્માએ મુક્તિનું તિલક પેાતાના હાથે કર્યું છે.
ભગવાનની મૂર્તિને જે મનુષ્ય પથ્થર માને છે તેને પથ્થર જેટલું જ ફળ મળે છે. પ્રભુની મૂર્તિને જે મનુષ્ય મૂર્તિ માને છે તેને તે સાક્ષાત્ સતિના હેતુ અને છે. અને પ્રભુનો મૂર્તિને જે સાક્ષાત્ પરમાત્મા માને છે તેને તે પરમાત્મા કલ્પવૃક્ષની જેમ જીવનમાં ફળે છે. ફળના આધાર વસ્તુ પ્રત્યે આપણા હૃદયમાં કેવા ભાવ રહેા છે તેના ઉપર આધારિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org