________________
૧૧૮
એક બીજાને પરિચય સાધે છે. તે વખતે અદ્દભુત ભાવ ઉત્પન્ન થાય છે. વીણું, વેણું, મૃદંગ આદિની સાથે ગીત નૃત્ય અને વાજીંત્રના નાદ સાથે પરમાત્માના ગુણગાન ગવાય છે. તે વખતે બધાનું મન પરમાત્માના ગુણોના વિષે લીનતા પામે છે. “મે અમ દઢાવના" તે વખતે ભેદને ભ્રમ ભાંગીને ભુક્કો થઈ જાય છે. પરમાત્મા અને આપણા આત્મા વચ્ચેના ભેદને ભ્રમ ભાંગી જાય છે. એકતા સધાય છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે –
આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સવ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમાપ્તિ થાય છે.
આવી મેટી પૂજા અને તેમાં થતું પરમાત્માનું સામુ દાયિક ધ્યાન કેટલું અદભૂત છે તે આ શ્લેકેના મર્મ જાણ્યા પછી પૂજા દ્વારા થતું ધ્યાન આપણા જીવનનું મહત્વનું અંગ બની જાય છે.
જેમ માણસ રમવા બેઠે હોય અને મા પાસે પડે અને કાર્ય સિદ્ધ થઈ જાય છે, તે રીતે આજ મારી પરમાત્મદર્શનની ઝંખના પૂરી થઈ, સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયાં. સમ્યગ્દષ્ટિ દેવે પણ તુષ્ટમાન થયા. પાંચ કારણ અનુકૂળ થઈ ગયાં. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. આ પાંચ કારણ મળે ત્યારે કાર્ય થાય છે પરંતુ એ પાંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org