________________
૧૧૪
ચંદન રસથી ભરેલા સુવર્ણના રત્નજડીત કટેરા, કેસર કસ્તુરી, બરાસ આદિથી મિશ્રિત વિલેપન.
(૫) નંદનવનના પુષ્પ. (૬) હીરા, માણેક, મોતી આદિ અંગરચના માટે.
(૭) સુવર્ણના રત્નજડિત ધૂપધાનામાં સુગંધી ભરપૂર કુણાગરૂ ધૂપ.
(૮) રત્નમણિના દીપક. (૯) મોતીના અક્ષત. (૧૦) સર્વોત્તમ પ્રકારના ટ્રસ પૂર્ણ નિવેદ્ય. (૧૧) કલ્પવૃક્ષના ફળ. (૧૨) રત્નની આરતી અને મંગળ દીપક. (૧૩) રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચામર.
સર્વોત્તમ સામગ્રી કલ્પનાથી એકઠી કરી, તેનાથી હવે માનસિક પૂજા શરૂ કરવી.
આ પ્રયોગ નં. ૧૪માં બતાવ્યા પ્રમાણે જળ પૂજાથી પુષ્પ પૂજા સુધી સર્વોત્તમ સામગ્રીથી પૂજા કલ્પનાથી કરવી. જાણે સાક્ષાત કરતા હોઈએ તેવા ભાવથી ભાવિત બનવું. પુષ્પ પૂજા સાથે હીરા, માણેક, મેતી આદિથી અંગ રચના કરી ચારે તરફ ફુલ બેઠવવા. ચારે તરફ ફુલની દિવ્ય સુગંધ આવી રહી છે.
સુવર્ણના રત્નજડિત ધૂપધાનામાં કૃષ્ણાગર વગેરે સર્વોત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org