________________
- ૧૦૦
પ્રયોગ નંબર (૧૨)માં દર્શનમાં સ્થાન છે. દર્શન સિવાય બીજી કઈ પણ વસ્તુમાં ધ્યાન ન હોય તેવું દર્શન અદ્દભુત આનંદની અનુભૂતિ કરાવે છે. હવે પગ નંબર (૧૩)માં ધ્યાનમાં દર્શન છે. બીજા ધ્યાન પ્રયોગમાં ધ્યાનમાં દશન વારંવાર આવે છે તે માટે આ પ્રાગનો અભ્યાસ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનો છે. આંખ બંધ કરીને પર માત્માનાં દર્શન કરવાને અભ્યાસ કર. પરમાત્મા આંખ બંધ કરીને કદાચ ઝાંખા દેખાય, ન દેખાય તે પણ ભગવાન સામે છે જ તે સંકલ્પ રાખો. ધીમે ધીમે આંખ બંધ કરીને હાલતા-ચાલતા બોલતા ભગવાન દેખાવા માંડશે. આંખ બંધ કરીને ભગવાન દેખાય ત્યારે દશનમાં ચૈતન્ય જાગૃત થાય છે.
ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા “પ્રતિમાશતક' નામના ગ્રંથમાં લખે છે –
नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव स्फुरति । हृदयमिवाऽनुप्रविशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः, तत्कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरः ? भावोल्लासस्य तदधीनत्वता ।। | ભાવાનુવાદ : નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ હદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત્ સામે દેખાય છે, જાણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જાણે આપણે સાથે બેલી રહ્યા છે, જાણે આખા શરીરમાં ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org