________________
૧૦૮
જીવની બે શક્તિ છે દશન અને જ્ઞાન. આ બન્ને જ્યારે પ્રયોગમાં હોય ત્યારે તેને દર્શન ઉપગ, જ્ઞાન ઉપયોગ કહેવાય છે. દર્શન સામાન્યને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ રહિત હોય છે. જ્ઞાન વિશેષને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ સહિત હોય છે. પ્રાગ નં. ૧૨ દશનમાં ધ્યાન :–
પરમાત્માના મંદિરમાં જઈ પ્રભુ મૂર્તિ આગળ, અગર સામે પરમાત્માનું ચિત્ર અગર પટ રાખીને દર્શન કરવું. દર્શન ખુલ્લાં નેત્રથી કરવું. તે વખતે કાંઈ પણ વિચારવાનું નથી. મનને પણ દર્શનમાં રેકવાનું છે. ઘેડીક મિનિટ અનિમિષ નેત્રે (પિપરું હલાવ્યા સિવાય) પરમાત્માની સામે જોઈ રહેવું. દર્શન કરવું, માત્ર દર્શન જ કરવું બીજું કાંઈ નહિ. થોડી ક્ષણમાં મન શાન્ત થઈ જશે. આનંદનો અનુભવ થશે. જયારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે વિચાર શાન્ત હોય છે. જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે દર્શન બંધ થઈ જાય છે. આ પ્રયોગ પાંચથી પંદર મિનિટ સુધી નિયમિત કરવાથી મન શાન્ત થશે. આનંદ અનુભવાશે. દષ્ટિની શુદ્ધિ થશે. પ્રયેાગ નં. ૧૩ ધ્યાનમાં દર્શન –
આંખ બંધ કરીને સામે હતા તેવા જ ભગવાન જેવા પ્રયત્ન કરો. થોડા દિવસમાં બંધ આંખે તેવા જ ભગવાન દેખાવા શરૂ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org