________________
૫૭
જે ઉત્તમ પ્રકારની સામગ્રીની પ્રાપ્તિ થઈ તે પ્રભાવ પરમાત્માના છે. ખાઈએ છીએ, પીએ છીએ, બાલીએ છીએ, ચાલીએ છીએ, તે સર્વ પ્રભાવ પરમાત્માના છે. આંખનુ પોપચુ' અંધ કરેલું પાછુ` ખૂલે છે તે પણ પરમાત્માને જ પ્રભાવ છે. હૃદયને એક ધમકારા થાય છે, હૃદય અંધ નથી પડતું પાછળ બીજો ધબકારે થાય છે, તે પ્રભાવ છે પરમાત્માના, કોઈ કહે છે પુણ્યથી આ બધુ મળ્યું છે તે પુણ્યનું ઉત્પાદન પણ પરમાત્માના પ્રભાવે થાય છે. પરમાત્માને ભૂલીને અમનચમન કરવાની ઇચ્છા જેવા બીજો કોઈ તુચ્છ વિચાર નથી.
જ્ઞાની પુરૂષા તા કહે છે કે, શ્રાવકના જીવનમાં તે એવા નિયમ હોય છે કે પ્રાતઃકાળે પ્રભુતુ' દર્શન કર્યાસિવાય પચ્ચક્ખાણુ પાળવું નહી. મધ્યાહ્નકાળે અષ્ટ પ્રકારી પૂજા કર્યો સિવાય ભાજન કરવું નહિ, સાંજે આરતી મગળદીવા અને ધૂપ દ્વારા પૂજા કર્યા સિવાય શય્યામાં સૂઈ જવું નહીં. કદાચ પ્રમાદવશ આપણે આવા નિયમ ન પાળતા હાઇએ તા રાજા અને રાજકુમારી આપણને કાંઈક સ`દેશે આપે છે.
જ્ઞાની પુરુષા તે કહે છે કે, જે નેત્ર પ્રાતઃકાળમાં પ્રભુનુ` દર્શન કરતાં નથી તે નેત્ર નથી, પણ આ મુખરૂપી ઘરનાં બે જાળિયાં માત્ર છે. જે જીભ પ્રભુનું ગુણગાન કરતી નથી તે જીભ નથી, પણ મુખરૂપી ગોખલામાં રહેલે! માંસને લાચા માત્ર છે. જે હૃદય પ્રભુનુ' ધ્યાન કરતું નથી તે હૃદય નથી, પણ આ દેહરૂપી પહાડમાં રહેલી અધારી ગુરા માત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org