________________
--
આપના દર્શનથી તે દુઃખનું નિવારણ કરત, પરંતુ આપનાં દર્શનના વિરહનું દુઃખ સહી શકાય તેમ નથી. છોરૂ કછોરૂ થાય છે, પરંતુ માતા પિતા કદી છેહ આપતા નથી. આપ તે ત્રણલેકના માતા અને પિતાતુલ્ય છો. હે પરમાત્મા ! મારા અપરાધની માફી આપે. પ્રભુ! દર્શન આપે. હે અશરણના શરણ પરમાત્મા ! હવે શરણ આપો. દીનાનાથ પ્રભુ ! દર્શન આપે....
તે વખતે રાજા કહે છે “હે પુત્રી ! દેષ તારો નથી. દેષ મારે છે. હું તારા વર સંબંધી મનમાં ચિંતન કરી રહ્યો હતે. જિનેશ્વર પ્રભુના મંદિરમાં સંસાર સંબંધી વિચાર કરે તે આશાતના છે. તેના કારણે આ દ્વાર બંધ થઈ ગયાં છે. મંદિરના દ્વાર ખૂલે નહિ અને દર્શન ન થાય ત્યાં સુધી ખાવાનું પીવાનું સઘળું બંધ છે. રાજકુમારીએ પણ એ જ નિર્ણય કર્યો. પ્રભુ દર્શન ન થાય ત્યાં સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ છે.
રાજા અને રાજકુમારીને રાજમહેલમાં રાજઋદ્ધિની કાંઈ કમીના નથી. પરંતુ રાજા એ સત્યને બરાબર સમજતે હતું કે રાજસંપત્તિની પ્રાપ્તિ થઈ તે પ્રભાવ પરમાત્માને છે. આપણા જીવનમાં પણ નિગદમાંથી બહાર આવ્યા પરમાત્માના પ્રભાવે. ત્યાંથી અહીં સુધી પહોંચ્યા પરમાત્માના પ્રભાવે. “ઈતની ભૂમિ પ્રભુ તુમ હી આયે, પરિ પર બહુત બઢાઈ મામ.”
મનુષ્ય ભવ સુધી પ્રભુ તમારા પ્રભાવે આવ્યો. અહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org