________________
sir
- પપ
રાજા જમાઈની પસંદગી સંબંધી વિચાર કરી રહ્યો છે, તે સમયે રાજકુમારીએ પૂજાનું કાર્ય પૂરું કર્યું અને જિનેશ્વર ભગવાનના સોહામણું મુખને જોતી પાછા પગે ગભારાની બહાર આવી. રાજકુમારી બહાર આવી તે વખતે જ–
તામ ગભારા તેહનાંજી, દેવાણાં દેય બાર; હલાવ્યાં હાલે નહીંછ, સલકે નહિ અ લગાર.
ગભારાના બને દ્વાર બંધ થઈ ગયા. ઘણું હલાવવા છતાં જરા પણ હાલતાં નથી. રાજકુંવરી ધાર આંસુએ રડી રહી છે, તેના હૃદયમાં દુઃખ સમાતું નથી, જરૂર મારાથી પ્રમાદ વશ કેઈ આશાતના થઈ ગઈ છે. રાજકુમારી ગદગદ ભાવે વિલાપ કરી રહી છે. ધિગ મુજ જિન જેવા તણે, ઉપન્ય એહ અંતરાય; દેષ સયલ મુજ સાંસહોજી, સ્વામી કરી સુપસાય.
ધિક્કાર છે મને કે જેને પરમાત્માના દર્શનને અંતરાય પડે છે.
દાદા દરિસણ દીજીએજી, એ દુઃખ મેં ન ખમાય; છેરૂ હોય કછોરૂઆંજી, છેહ ન દાખે માય.
હે કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર પરમાત્મા ! આપના દર્શનના વિરહનું દુઃખ મારાથી સહન થઈ શકતું નથી.
હે પ્રભુ ! આ શરીરમાં હવે પ્રાણુ ટકી નહીં શકે. હે નાથ ! જે મને બીજુ કાંઈ દુઃખ આવ્યું હતું તે |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org