________________
પ૪
: “તમે જે અહીં પધાર્યા છે તે રત્નદ્વીપ છે. બાજુમાં જ આ રત્નસાનુ નામ પર્વત છે. પર્વતના શિખર ઉપર રત્નસંચયા નામની નગરી છે. તેમાં કનકકેતુ નામે રાજા રાજ્ય કરે છે. તેને રત્નમાલા નામની રાણી છે. તેને ચાર પુત્ર અને એક પુત્રી છે. પુત્રીનું નામ મદનમંજુષા છે. પુત્રી રૂપ ગુણ અને કળાની નિધાન છે પર્વતના શિખર ઉપર ઋષભદેવ ભગવાનનું દિવ્ય મંદિર છે. તેમાં મનહર 2ષભદેવ ભગવાન બિરાજમાન છે. રાજા અને રાજપુત્રી પરમાત્માના પરમ ભક્ત છે. રાજા અને રાજકુંવરી ત્રણે કાળુ પરમાત્માની પુજા કરે છે.”
એક દિન જિન આંગી રચીઝ, કુંવરીએ અતિચંગ; કનકપત્ર કરી કેરણીજી, વિચવિચ રતન સુરંગ.
એક દિવસ રાજકુંવરી પરમાત્માના મંદિરમાં પૂજા કરવા આવે છે. પરમાત્માની અંગરચના કરે છે. પ્રભુ ભક્તિમાં રાજકુમારી લીન બની ગઈ છે. તે સમયે રાજા દર્શન કરવા આવે છે અને પુત્રીને પરમાત્માની ભક્તિમાં લીન બનેલી જોઈ રાજા વિચાર કરે છે. મારી પુત્રી ખરેખર ચોસઠ કળાની નિધાન છે. સાથે જ રાજાના મનમાં વિચાર આવે છે. એ સરિખ જે વર મિલે, તે મુજ મન સુખ થાય; સાચી સેવન મુદ્ર ડીજી, કાચ તિહાં ન જડાય.
મારી પુત્રીના હૃદયમાં પરમાત્મા પ્રત્યે જે ભક્તિભાવ છે તેવા ભક્તિભાવ જેના હૃદયમાં હોય તે પતિ | જે તેને પ્રાપ્ત થાય તે જ તેનું જીવન સફળ બને.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org