________________
આપ
“ સ્વામીનાથ ! આપનું વચન મને પ્રમાણ છે. સુખપૂર્વક પધારો. આ દેહ રૂપ પાંજરૂ અહી સૂનું પડયું છે. મારા પ્રાણ તે આપની સાથે જ રહેશે. ” મયા વિદાયનું ગીત ગાય છે.
66
૫૧
વાલમ વહેલા ૨ે આવજો, કરો માહરી સાર રે,
""
સ્વામીનાથ ! આપ જલદી જલદી કાર્યસિદ્ધિ કરીને પાછા આવશે અને અમારી સારસભાળ લેજો, આજથી હું એકાસણાનું પચ્ચક્ખાણુ કરીશ. સચિત્ત વસ્તુને ત્યાગ કરીશ. ભૂમિ ઉપર સંથારા કરીશ. પરમાત્માની ભક્તિના કાર્ય સિવાય સ્નાન અને શણગારની સજાવટ નહી કરૂં, “તે દિન વળી કદી આવશે. જીહાં દેખીશ પિયુ પાય રે,” તે દિવસ કથારે આવશે કે પ્રિયતમના ચરણનો પુનઃ દન કરીશ.
વિરહની વેદના વારશું, સિદ્ધચક્ર સુપસાય રે. વાલમ૦
પતિનાં વિરહની વેદ્યના સહન કરવી અતિ દુષ્કર છે, છતાં શ્રી સિદ્ધચક્ર ભગવતના પ્રભાવથી વિરહની વેદનાનુ પણ હુ... નિવારણ કરીશ, વિરહની વેદનાના નિવારણમાં પણ મયા સિદ્ધચક્રના પ્રભાવ જુએ છે, શ્રી સિદ્ધચક્રને કેન્દ્રમાં રાખીને શ્રીપાલ અને મયણા પોતાનું જીવન ચલાવે છે, જે પરમાત્માને કેન્દ્રમાં રાખી જીવન ચલાવે છે, તેને સર્વ કાંઈ આવી મળે છે.
શ્રીપાલકુંવરે વિજયમુર્હુતે. ચંદ્રનાડીમાં સ્વર ચાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org