________________
૫૦
શ્રીપાલ કહે છે “તું સાથે હઈશ તો કાર્યસિદ્ધિમાં ઘણે વિલંબ થશે. હું જલદીથી કાર્યસિદ્ધિ કરીને પાછો આવીશ. વળી માતાજી પણ ઘરમાં એકલાં છે. તું માતાજીની સેવામાં રહી જા.”
શ્રીપાલ અને મયણાને સંબંધ શરૂ થયે ત્યારથી અહીં સુધી મયણાની ઉત્તમ પ્રેરણા મુજબ શ્રીપાલે કહ્યું છે. હવે મયણાને સાથે જવું છે. શ્રીપાલને સા. લઈ જવાની ઇરછા નથી. પુરૂષનું કહ્યું સ્ત્રીએ કરવું કે સ્ત્રીનું કહ્યું પુરૂ કરવું? આ વિવાદ આપણા જીવનમાં પણ કેઈક દિવસ આવે છે. હકીકતમાં તો સ્ત્રી અને પુરૂષ બને જુદા છે. લગ્ન થયા પછી બંને એક બને છે. એકબીજાના પ્રેરક અને પૂરક બને છે. પરંતુ જ્યારે બેમાંથી એકના મનમાં હું કહું તેમજ થવું જોઈએ એવો અધિકાર ભોગવવાનો અહંકાર જાગૃત થાય છે ત્યારે બન્નેનું જીવન નિષ્ફળ બની જાય છે.
મોટા ભાગે ઘરોમાં સ્ત્રીઓમાં પ્રેમ અને કોમળતાની લાગણું હોવાના કારણે પુરૂષ આડકતરી રીતે સ્ત્રીની ઈરછા મુજબ ચાલતું હોય છે. પરંતુ જ્યારે સ્ત્રીના મનમાં “હુ કહું તેમ થવું જોઈએ તેવો અહંકાર જાગૃત થાય છે ત્યારે તેનું સ્ત્રીત્વ નાશ પામી જાય છે.”
મય હવે જે કહે છે તે ઉપરથી વધુ સમજાય છે. મન પાએ મયણા કહે, પિયુ તમ વચન પ્રમાણ છે પિંજર સૂનું પડ્યું, તુમ સાથે મુજ પ્રાણ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org