________________
૪૦
કર્મનો ઉદય આવશે તે કોઈને પણ ખબર નથી. પરંતુ સાતે પ્રકારના ભય અને આઠે પ્રકારના કર્મને મૂળમાંથી ઉખેડવાને સમથ એવા જિનેશ્વર ભગવંત જેના હૃદયમાં બિરાજમાન છે તેનું અનિષ્ટ કે કરી શકતું નથી.
છેલ્લે માતા કહે છે “શ્રી સિદ્ધચકજીના અધિષ્ઠાયક દેવદેવીઓ માર્ગના વિષે તમારૂં સદા રક્ષણ કરેશે.”
શ્રીપાલ હવે મયણુની પાસે આવે છે. ત્યારે મયણા |
-
હવે મયણા ઈમ વિનવે, તુમશુ અવિહડ નેહ, અળગી એક ક્ષણ નહી રહું, તિહાં છાયા જિહાં દેહ.
સ્વામીનાથ ! તમારી સાથે મારે અવિહડ પ્રેમ છે. એક ક્ષણ પણ તમારાથી હું જુદી નહી રહે. આ૫ દેહ છે હું આપની છાયા છું. છાયા તે હંમેશાં દેહની સાથે જ રહે છે. હું આપની સાથે આવીશ.
અગ્નિ સહેવે સોહિલ, વિરહ દોહિલો હોય; કંત વિ છેહી કામિની, જલણ જયંતી જેય.
અગ્નિ સહન કરે સહેલું છે. પતિના વિરહ સહન કર દુષ્કર છે. માછલીને પાણીની બહાર કાઢવામાં આવે ત્યારે જે સ્થિતિ થાય છે તેવી સ્થિતિ પતિના વિરહમાં સતી સ્ત્રીની થાય છે. માટે સ્વામીનાથ ! હું આપની સાથે આવીશ.”
--
----
--
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org