________________
-
-
૪૮
*
સસરાના સિન્ય બળથી પિતાનું રાજ્ય પાછું લેવું નથી. મારી ભુજાબળથી હું પિતાનું રાજ્ય પાછું મેળવીશ. મને દેશાંતર જવાની ઈચ્છા છે.” માતાની પાસે આવી આશીર્વાદ માંગે છે. માતા કહે છે “હે વત્સ હું તારી સાથે આવીશ. જીવનમાં ઘણું દુઃખ ભેગવ્યાં પછી તારો મેળાપ થયો છે. હવે હું તને એકલે નહીં જવા દઉં.”
માતાજી! આપ સાથે હશે તે પગબંધન થશે. હું વહેલી તકે કાર્ય સિદ્ધિ કરીને પાછો આવીશ. આશીર્વાદ આપે માતાજી!”
માય કહે કુશલા રહે, ઉત્તમ કામ કરજે રે; ભુજ બલે વયરી વશ કરી, દરિસણ વહેલું દેજે રે.
હે વત્સ! હે મારા પ્રાણથી પણ અધિક પુત્ર! “સુખ પૂર્વક પધારે. સદા કુશળ રહે. કાર્યસિદ્ધિ કરી વહેલા પાછા આવજે. રસ્તામાં સંકટ કે કષ્ટ આવે ત્યારે પ્રગટ પ્રભાવી નવપદનું ધ્યાન કરજો.”
માતાએ આશીર્વાદ આપ્યા, કુમકુમનું તિલક કરી અક્ષતથી વધાવ્યા.
આ પ્રસંગ આપણું જીવન માટે મહત્તવને છે, માતાએ આશીર્વાદમાં સંકટ-કષ્ટ આવે ત્યારે નવપદનું ધ્યાન કરવાની પ્રેરણા આપી. સાત પ્રકારના ભય અને આઠ પ્રકારના કર્મ મનુષ્યના માથે દંડો લઈને ઊભેલાં છે. કયા સમયે કેવા ભયગ્રસ્ત વાતાવરણમાં ફસાવું પડશે. કયા સમયે કેવા !
. *
.
.
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org