________________
૪૫
સિદ્ધચકને પ્રત્યક્ષ પ્રભાવ આવા શોભી રહ્યા છે શ્રીપાલકુંવર.
જીવતે ને જાગતે સિદ્ધચકનો પ્રભાવ જોઈ સૌ કેઈ ધર્મને મહિમા ગાય છે. તે જ આ ઉજજેનનગરી છે જેના બજારમાં પસાર થતા શ્રીપાલના શરીરમાંથી કેહના રોગની રસી કરી રહી હતી, જેની પાછળ છેકરાં ધૂળ ઉડાડતાં હતાં, જેની પાછળ કૂતરાં ભસતાં હતાં. તે જ માણસમાં અને તે જ ભવમાં સિદ્ધચક્રને હદયમાં લાવતા થયેલ ફેરફાર જોઈ અરિહંત પરમાત્માના શાસનની પ્રભાવના સર્વત્ર થઈ રહી છે. ધર્મની નિંદા કરનારા પ્રભાવના કરનારા બન્યા છે. લોકહૃદય ધર્મનું પ્રત્યક્ષ ફળ જોઈ ધર્મ પ્રત્યે અનુકૂળ ભાવેથી ઊભરાઈ રહ્યું છે.
આપણે પણ શ્રીપાલ અને મયણા બનીએ તેવું આ ગ્રંથનું અધ્યયન કરનાર આપણને પણ થાય છે. નવપદની આરાધના અને દયાનના પ્રભાવે કોઢિયામાંથી શ્રીપાલ બન્યા. આપણને પણ આઠ કમને કેઢ છે. નવપદજીની અનન્યભાવે ભક્તિ અને ધ્યાન કરીશું તો આપણે પણ આઠ કર્મને કોઢ નાશ પામશે. આપણે પણ નિરંતર નવપદને હદયમાં ધારણ કરી શ્રીપાલ અને મચણ બની નવમાં ભવે મોક્ષે જઈ શું. - શ્રીપાલકુંવર ઉજજૈનીના રાજમાર્ગ ઉપરથી હાથી ઉપર બેસીને પસાર થઈ રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org