________________
D
એક પસંદ કરી . “મારે તે પતિનું જીવન જોઈએ. ફરનિચરની મારે કાંઈ પડી નથી.” અને એ વિચાર કરી નવું ફરનિચર બનાવી લેવાનું નક્કી કર્યું. ડોકટરની સલાહ મુજબ ફરનિચર લઈ જનાર મિત્રને વિચાર છેડી દીધે. મન ઉપરથી ભાર ઓછો થઈ ગયો. તબિયત ધીમે ધીમે સુધરવા માંડી..
એક દિવસ ડોકટર ખબર લેવા આવ્યા. પેલા ભાઈએ કહ્યું, તબીયત હવે સુધરતી છે. પણ પહેલાં જેવી નથી. મૂળ સ્થિતિ હજી નથી આવી.
ડૉકટરે કહ્યું, એક કામ કરે, મૂળ સારી સ્થિતિ આવી જશે. “તમારા મિત્રનું ભલું થાએ, તેનું સારૂં થાઓ, તેનું કલ્યાણ થાઓ, આવા વિચાર શરૂ કરે. તમારું અસલ આરોગ્ય પ્રાપ્ત થશે.”
પેલા ભાઈએ વિચાર્યું કે ફરનિચર હવે નવું બનાવી લીધું છે. તેનું સારૂં ચિંતવવામાં કેઈ નુકસાન નથી. તેને મિત્રનું ભલું ચિંતવવાનું શરૂ કર્યું. થોડા વખતમાં મૂળ આરોગ્ય પ્રાપ્ત થયું.
ફરનિચર લઈ જનાર મિત્ર બહુ મુશ્કેલીમાં આવેલો તેથી તેને ફરનિચર વેચી નાખેલું. હવે તેની પરિસ્થિતિ છેડી સુધરી અને તે ઘોડા રૂપિયા ભેગા થયેલા તે લઈને મિત્રના ત્યાં આપી ક્ષમા યાચે છે.
મિત્ર કહે છે ભાઈ “પૈસાની જરૂર નથી. તારૂં સારૂ Lી અને ભલું થાય તે જ મારી ભાવના છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org