________________
૩૫
ધામ આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે.
શ્રીપાલનું પૂર્વ વૃત્તાંત સાંભળતાં મયણની માતા હર્ષોલ્લાસમાં આવી ગઈ. પોતાના ભાઈ (મયણાના મામા) પુણ્યપાલ જે ઉજજૈની નગરીમાં જ રહેતા હતા તેમને બેલાવી બધી હકીકત કહી સંભળાવી.
પુણ્યપાલ આવીને ચારે જણાને પોતાના મહેલમાં લઈ જાય છે અને આનંદમાં દિવસે પસાર થઈ રહ્યા છે.
. એક દિવસ પ્રજાપાલ રાજા (મયણના પિતા) ઉજજેની નગરીમાં ફરવા માટે નીકળ્યા છે. દૂરથી ઝરૂખા ઉપર નજર પડી. ઝરૂખામાં એક સ્ત્રી અને એક પુરુષ બેઠેલાં છે. રાજાએ સ્ત્રીને તે ઓળખી લીધી પિતાની પુત્રી મયણાસુંદરી જ છે. પરંતુ તેની સાથે કોઈ પરપુરૂષ બેઠેલો જોઈ રાજા મનમાં ખેદ કરે છે.
ધિકાર છે મને કે ક્રોધના આવેશમાં પુત્રીને કેઢિયાની સાથે પરણાવી. અને તેને પર પુરૂષની સાથે રહેવાનો પ્રસંગે ઉપસ્થિત થયો.
1 પ્રજાપાલ રાજા બેદ કરી રહ્યા છે. માળ ઉપરથી તેમના સાળા પુણ્યપાલે જોયા અને નીચે આવીને કહે છે.
રાજ પધારે મુજ ઘરે, જુઓ જમાઈ રૂ૫; સિદ્ધચક્ર સેવા ફળી, તે કહ્યું સકલ સરૂપ.
હે રાજન ! ઉપર પધારો અને આપણા જમાઈનું LL રૂપ તે જુઓ ! પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org