________________
-
-
-
-
-
-
૩૩
જાવે છે. પુત્ર ન હતું તેના કારણે સિંહરથ રાજા અને કમળપ્રભા રાણી અને દુઃખી હતાં. પુત્ર જન્મને આનંદ
, પિતા મૃત્યુવશ થયા, મહાન દુઃખ આવ્યું. શ્રીપાલને રાજ્યાભિષેકને મહોત્સવ કર્યો, સુખ આવ્યું. જંગલમાં નાસી છૂટવું પડયું, મહાન કષ્ટ આવ્યું. શ્રીપાલને કઢને રોગ થયો, વધુ કષ્ટ આવ્યું. મયણ સાથે લગ્ન થયા પછી સિદ્ધચક્રની આરાધનાના પ્રભાવથી કોઢને રોગ નામશેષ થ, સુખ આપ્યું. માતા અને પુત્રને મેળાપ થયે, વધુ સુખ આવ્યું.
સુખ અને દુઃખ આ રીતે વારાફરતી આવે છે. સુખ આવે છે ત્યારે મનુષ્ય લીન બને છે, ત્યાં તો દુઃખ આવીને ઊભું રહે છે, અને મનુષ્ય દીન બને છે. હવે દુઃખ કદી નહીં જાય તે કલ્પાંત કરે છે, ત્યાં તે પાછું સુખ આવે છે. તેમાં લીન બનવા જાય છે, અને ફરીથી દુઃખ આવે છે. જીવનમાં દુઃખને અતિરેક થાય છે, ત્યારે મનુષ્ય નિરાશ થઈ જાય છે. કેઈ વખત તે આપઘાત કરવા સુધીને વિચાર આવી જાય છે. પરંતુ સુખ અને દુઃખ બને મહેમાન છે. મહેમાન કેટલા દિવસ રહી શકે ! બને જવાનાં છે. એકલા સુખમાં પણ મનુષ્યને વિકાસ નથી. એકલા દુઃખમાં પણ મનુષ્યને વિકાસ નથી. બન્ને વારાફરતી આવે છે, ત્યારે વિકાસ થાય છે. સુખ આવીને જતું રહે છે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય વિચારે છે કે આવ્યા પછી
TUI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org