________________
૩૧
રાજ ઠવી શ્રીપાલને ૨, વરતાવી તસ આણુ; રાજકાજ સિવ ચાલવે રૈ, મંત્રી બહુ બુદ્ધિ ખાણું.
શ્રીપાલ કુવરના રાજ્યાભિષેક કરાવી મંત્રીશ્વર રાજ્ય ચલાવી રહ્યા છે. તે વખતે શ્રીપાલના કાકા અજીતસેને મંત્રી અને શ્રીપાલનેા ઘાત કરી રાજ્ય પચાવી પાડવાનું કાવત્રું કર્યુ. ખાનગી માણસેા પાસેથી મંત્રીને આ કાવત્રાના ખ્યાલ આવી ગયે.
મ`ત્રી રાજમાતા પાસે આવીને કહે છે, ‘ શ્રીપાલના ઘાત કરવાનું કાવત્રું થયું છે. માતાજી તમે શ્રીપાલને લઈને જંગલમાં નાસી છૂટો. શ્રીપાલ જીવતા હશે તો કોઇ દિવસ પિતાનું રાજ્ય પાછુ મેળવશે. ગુપ્ત દરવાજેથી નાસી છૂટવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે.”
૮ રાણી નાડી એકલી, પુત્ર ચડાવી કેડ, ’’
પુત્રને કેડમાં બેસાડીને રાણી એકલી જ ગલમાં ચાલી નીકળી. ભયંકર જંગલમાં ઉજ્જડ માર્ગે રાણી ઘાર અંધારી રાત્રીએ દોડી રહી છે. જંગલી પશુઓના ભયાનક અવાજો ચારે તરફ થઈ રહ્યા છે. પગમાં કાંટા અને કાંકરા લાંકાવાથી લાહીની ધારાઓ ફૂટી રહી છે.
ચાવીસ કલાક પહેલાં જે સુવર્ણના હિંડોળા ખાટ ઉપર હીંચતી હતી, સાનાના પલ`ગમાં સૂતી હતી, તે આજે રસ્તા ઉપર રખડતી બની ગઈ. જીવ ઉપર કર્મની પણ એક સત્તા ચાલી રહી છે. કસત્તાના પજામાંથી કોઈ છટકી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org