________________
૩૦
સુણવા અમ ઈચ્છા ઘણી, એહનાં કુલ ઘર વારે; પ્રેમે તેહ પ્રકાશીએ, જેમહીસે અમ હુંસ રે. હી'સે= પામે, હ*સ : આત્મા,
તે વખતે કમળપ્રભા આગળના વૃત્તાંત કહે છે
અંગદેશમાં ચ'પાપુરી નામની મહાન નગરી છે. ત્યાં સિંહરથ નામે રાજા રાજ્ય કરે છે. તેને કમળપ્રભા નામની રાણી છે. રાજા અને રાણીની માટી ઉંમર થઇ પણ પુત્ર ન હતા. તેથી રાજા-રાણી ખૂબ દુ:ખી હતાં. પૂર્વ જન્મના પુણ્યના ઉદ્દયથી પુત્રની પ્રાપ્તિ થઇ. આખા નગરમાં પુત્ર જન્મના મોટા મહાત્સવ થયા. પુત્રનુ` નામ શ્રીપાલ રાખવામાં આવ્યું. શ્રીપાલની ઉંમર પાંચ વરસની થઈ તે વખતે પિતા શૂળ રાગની વેદનાથી અકાળ મૃત્યુ પામ્યા.
કમળપ્રભા રાણી હૈયાફાટ રૂદન કરે છે. ચાધાર આંસુએ વિલાપ કરે છે. ઘણા દિવસે પસાર થઈ ગયા.
મતિસાગર મંત્રી રાજમાતાની પાસે આવી કહે છે, “ કુવર હજી નાના છે. રડવાથી રાજ્ય ચાલે નહીં માટે રાજ્યની ધુરા હાથમાં લે.” રાજમાતા કહે છે :
<
કમળા કહે મંત્રી પ્રત્યે, હવે તુમે આધાર; રાજ્ય દ્રેઇ શ્રીપાલને, સફળ કરા અધિકાર.'
શ્રીપાલના રાજ્યાભિષેક કરી અને હું મત્રીશ્વર ! રાજ્યની ધુરા શ્રીપાલ વતી તમે વહન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org