________________
-
-
એક સ્ત્રી પિતાના પતિને મળવાના ધ્યાનમાં જેટલી લીનતા કેળવી શકે છે તેટલી તન્મયતા–તદ્રુપતા પરમાત્માના ધ્યાનમાં આપણને આવે તે દિવસે કાર્ય સિદ્ધિ થાય, આને આપણે Abblication કહીએ છીએ–પ્રાગાત્મક સાધના કહીએ છીએ.
શ્રીપાલ અને મયણાનું કાર્ય નવ દિવસમાં સિદ્ધ થયું. શ્રીપાલ અને મયણાનું દષ્ટાંત આપણે એટલા માટે જોઈએ છીએ કે આપણે પણ શ્રી પાલ અને મયણાના જેવું નવપદનું ધ્યાન કરીએ, અને અનુભૂતિ સુધી પહોંચીએ. ગૌતમ ગણધર ભગવંત પણ આ દષ્ટાંત એટલા માટે જ કહી રહ્યા છે કે જેવું ધ્યાન શ્રીપાલ અને મયણાએ કર્યું તેવું નવપદનું ધ્યાન આપણે પણ કરીને આ જન્મમાં આત્મ સ્વરૂપને અનુભવ કરીએ અને જન્માક્તરમાં પૂર્ણ પણે આત્મસ્વરૂપ પ્રગટ કરીએ. નવ દિવસ આયંબિલના તાપૂર્વક નવપદની આરાધનાથી શ્રીપાલને કેઢ રેગ નાશ પામી ગયો તે સમયે મયણાસુંદરી કહે છેમયણા કહે અવધારે રાય, એ સવિ સદ્દગુરૂ તણે પસાય.
આ સર્વ જ્ઞાની ગુરૂ ભગવંત મુનિચંદ્રસૂરિ મહારાજાને આપણું ઉપર ઉપકાર છે. તેમણે આપણને સિદ્ધચક યંત્ર આપ્યું. તેની આરાધનાને વિધિ આશીર્વાદપૂર્વક બતાવ્યું. આ સર્વ પ્રભાવ ગુરૂ ભગવંતને છે. માતા-પિતા, બાંધવ સર્વ આપણા સ્નેહી સ્વજન છે. પરંતુ ગુરૂ સમાન હિત કરવાને કઈ સમર્થ નથી.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org