________________
-
-
૨૭
જે હતું તે જ કહ્યું. “તેં મને નમાઝ પઢતે જોયેલો ?” “ના” કપડું પાથરેલું જોયેલું ?”
ના”
સાક્ષી પુરાવા ઉપરથી તે સ્ત્રી જ ત્યાંથી પસાર થયેલી તે સાબિત થયું. અકબર છેલ્લો પ્રશ્ન કરે છે, “હું નમાઝ પઢતો હતો તે કપડા ઉપર પગ મૂકીને પસાર થવાના બદલામાં હું ધારું તો તને દેહાંતદંડની સજા કરી શકું છું; પરંતુ તું કહે છે મેં તમને જોયેલા નહીં, કપડું પણ જોયેલું નહીં, તો તે રસ્તેથી પસાર થતાં તારું ધ્યાન ક્યાં હતું? તું ક્યા ધ્યાનમાં હતી જેથી તું કહે છે, મેં તમને જોયેલા નહીં. પેલી સ્ત્રી કહે છે, “મારા પતિને મળવાના ધ્યાનમાં ચાલતાં ચાલતાં હું એટલી લીન બની ગયેલી કે મેં આપને જોયેલા નહીં, પરંતુ આપ તે પરવરદિગાર ખુદાના ધ્યાનમાં લીન હતા. આપને શું ખબર પડી કે હું ત્યાંથી પસાર થઈ હતી ?” અકબર હકીકતને મર્મ સમજી ગયે. સિંહાસન ઉપરથી નીચે ઊતરી પેલી સ્ત્રીના ચરણમાં પડી કહેવા લાગ્યું; “તે આજ મને સાચો માર્ગ બતાવ્યો છે. ચાલતાં ચાલતાં તું તારા પતિને મળવાના ધ્યાનમાં જેટલી લીન બની શકી તે લીનતા મને નમાઝ પઢતા પરમાત્મામાં ન આવી, તું મારી ગુરૂ છે.”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org