________________
૨૨
તપ કર. ઉભય રંક પ્રતિક્રમણ, ત્રણ વખત દેવવંદન અષ્ટપ્રકારી પૂજા, સ્નાત્રપૂજા, નવ દિવસ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન, જે દિવસે જે પદની આરાધના હેય તે પદની વીસ માળાનો જાપ, જે પદના જેટલા ગુણ હોય તેટલા લોગસ્સને કાઉસ્સગ્ગ, તેટલા ખમાસમણું, સાથિયા વગેરે જે વિધિ અત્યારે પ્રચલિત છે અને દરેક ઓળીમાં કરવામાં આવે છે તે વિધિ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાએ બતાવ્યો. નિર્મળ મન, વચન અને કાયાને સ્થિર કરીને નવપદનું દયાન કરવાને વિધિ બતાવ્યો.
દરેક વરસમાં બે એની આસો સુદી સાતમથી આસો સુદી પૂનમ અને ચિત્ર સુદી સાતમથી પૂનમ સુધી-એમ સાડા ચાર વરસે નવ ઓળી પૂરી થાય. આ રીતે નવપદની આરાધના મુનિ ચંદ્રસૂરિ મહારાજાએ શ્રીપાલ અને મયણાને બતાવી. જ્યારે નવપદનું ધ્યાન સિદ્ધ થાય છે, તે સમયે નવપદના આરાધકના જીવનમાં અનેક ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કરતાં અંતમાં કહે છે
વિણુ કેવલી સિદ્ધયંત્રના, ગુણ ન શકે કહી કેઈ”
કેવલી પરમાત્મા સિવાય સિદ્ધચકના ગુણાનું વર્ણન કરવાને કોઈ સમર્થ નથી. અનુભવસિદ્ધ મહાપુરૂષ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજીએ શ્રીપાલ અને મયણને આશિર્વાદ પૂર્વક સિદ્ધચક યંત્ર આપ્યું.
શ્રી પાલ અને મયણાને તે સમયે ઉજૈની નગરીમાં ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org