________________
-
--
-
-
સૂરિ મહારાજા બિરાજમાન હતા. શ્રીપાલ અને મયણા જિનમંદિરમાંથી ઉપાશ્રયમાં જઈ ધર્મ દેશના આપતા ગુરુ ભગવંતની પાસે ધર્મ દેશના સાંભળવા બેઠાં. ધર્મ દેશના પૂરી થયા પછી મુનિચંદ્રસૂરિ મહારાજા મયણાસુંદરીને પૂછે છે, “હે રાજપુત્રી ! તું ધર્મ સંબંધી પ્રશ્નો પૂછવા માટે અનેક સખીઓના પરિવાર સાથે ઉપાશ્રયમાં આવતી હતી. આજે તું એકલી કેમ છે? અને તારી સાથે આ મહાભાગ્યવાન પુરુષ કેણ છે ?”
આ પ્રમાણે ગુરૂનાં વચન સાંભળી મયણાસુંદરીએ મન સ્થિર કરી, બનેલી બધી હકીકત ગુરૂ ભગવંતને કહી સંભળાવી. વળી મયણા કહે છે, “બીજું તે મારા મનમાં કાંઈ દુઃખ નથી, પરંતુ આખી ઉજની નગરીમાં અજ્ઞાની લોકો ધર્મની નિંદા કરે છે એ મને ખટકે છે.”
મયણા ગુરૂને વિનવે, દેઈ આગમ ઉપયોગ કરી ઉપાય નિવારીએ, તુમ શ્રાવક તનુ રેગ.
“આપ કાંઈ ઉપાય કરી આપના શ્રાવકને કેદ્રને રાગ દૂર કરો.” ત્યારે મુનિચંદ્રસૂરિ મહારાજ કહે છે, “જેન મુનિઓને એ કઈ આચાર નથી કે ઔષધ, જડીબુટ્ટી વગેરે આપે.”
મયણાને ઉદ્દેશીને ગુરૂભગવંત કહે છે – ગુરૂ કહે દુઃખ ન આણજે, ઓછું અંશ ન ભાવે રે; U. ચિંતામણિ તુજ કર ચઢયો, ધર્મ તણે પ્રભાવે રે.
--
--
-
-
-
--
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org