________________
રજૂ કરે છે, તે મયણાસુંદરીના હૃદયમાં રહેલી પરમ શ્રદ્ધા બતાવે છે.
પ્રત્યેક મનુષ્યના જીવનમાં શ્રદ્ધા તો છે જ. પરંતુ મનુષ્યની શ્રદ્ધા જગતના પદાર્થો ઉપર કેન્દ્રિત થયેલી છે. મોટા ભાગે સંપત્તિ, સત્તા, શરીર અને આયુષ્ય ઉપર શ્રદ્ધા રાખીને મનુષ્ય પોતાનું જીવન જીવતે હોય છે; પરંતુ જે વસ્તુ ઉપર શ્રદ્ધા રાખીને તે જીવન જીવે છે, તે વસ્તુઓ ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ (changable) હોવાથી તેને સદા ભયગ્રસ્ત રહેવું પડે છે, પરંતુ તેની શ્રદ્ધાનું જ્યારે ઊધ્વીકરણ ( Sublimation) થાય છે અને તેની શ્રદ્ધા પરમાત્મા, નવપદો, નમસ્કારમંત્ર, સિદ્ધચક્ર અને પિતાના આત્મા જેવી શાશ્વત શક્તિઓ ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે તે નિર્ભય બની જાય છે. દા. ત. મનુષ્યો શરીર ઉપર શ્રદ્ધા રાખે છે, પરંતુ તેમાં ગમે ત્યારે રોગ થાય છે. આયુષ્ય ઉપર શ્રદ્ધા રાખે છે, પણ તે ગમે ત્યારે પૂરું થાય છે. પરંતુ જ્યારે મનુષ્યની શ્રદ્ધા શરીરને બદલે આમા ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે તે મૃત્યુના ભયને પણ જીતી લે છે. “આયુષ્ય પૂરું થશે પણ મારા આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ એ થનાર નથી.” વેપારમાં નુકશાન થવાથી ધન ગમે ત્યારે જતું રહે છે; પરંતુ પોતાના આત્મામાં અનંત સુખ અને આનંદને સાગર ભર્યો છે, તેમાંથી પ્યાલો ભરીને કઈ લઈ જઈ શકે તેમ નથી, તે વિચાર તેને નિર્ભયતા તરફ લઈ (જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org