________________
श्र
ઓગળી જાય તે રીતે મયણાનું મન પરમાત્મામાં એગળી ગયું. મયણાસુંદરી પરમાત્માના ધ્યાનમાં લયલીન છે તે વખતે એક અદ્ભુત બનાવ બન્યા.
કુસુમ માલ નિજ કઠથી રે લેા,
હાથ તણું ફળ દીધ રે, જિજ્ઞેસર,
પ્રભુપસાય સહુ દેખતાં રે લે,
Jain Education International
ઉબરે (શ્રીપાલે) એ બેઉ લીધ રે, જિજ્ઞેસર.
પરમાત્માના કંઠમાં રહેલી ફૂલની માળા અને હાથમાં રહેલુ ખિજોરાનું ફળ, બન્ને વસ્તુ પરમાત્મા પાસેથી શ્રીપાલની સમક્ષ આવી ગયાં. શ્રીપાલે બન્ને વસ્તુ ગ્રહણ કરી. મયાએ કાઉસગ્ગ ધ્યાન પૂરૂં કર્યું. અનેલું દૃશ્ય જોઇ મયણાસુંદરીના હૃદયમાં આનંદ સમાતા નથી, રામરાજી વિકસ્વર થઇ ગઇ. હૃદય પુલકિત બની ગયું. મયણાસુંદરીના જીવનમાં દુ:ખની શરૂઆત થયાને ચાવીસ કલાક હજી પૂરા થયા નથી તેના પહેલાં મગલનુ આગમન શરૂ થઇ ગયું. જેના શરીરમાંથી રક્તપિત્તીયાના કાઢના રાગની રસી ઝરી રહી છે તેવા માણસ સાથે જીવનભર રહેવાનુ... નસીમ લખાઈ ચૂકવ્યાને ચાવીસ કલાક હજી પૂરા થયા નથી તેના પહેલાં તા મંગલનું આગમન શરૂ થઈ ગયું. મયણાસુંદરીને જેવુ' દુઃખ આવ્યુ તેવુ' તે કદાચ આપણા જીવનમાં આપણને નહીં આવે. પરંતુ આપણા જીવનમાં પણ અનેક નાની માંટી મુશ્કેલીએ (problems ) ઊભી થાય છે, ત્યારે આપણે આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનથી પીડાઈ એ છીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org