________________
વવાની ઈચ્છા હોય છે ત્યાં પ્રેમ નહીં, સ્વાર્થ રહેલો છે.
જ્યાં સામા પાત્રને સમર્પણ થવાની ઈચ્છા હોય છે ત્યાં સાચો પ્રેમ હોય છે. જ્યાં સામા પાત્ર પાસેથી અનુકૂળતાઓ મેળવવાની ઈચ્છા હોય છે ત્યાં પ્રેમ નહીં, સ્વાર્થ અને વાસના રહેલાં છે.
આખી રાત્રી વાર્તાલાપમાં પસાર થઈ ગઈ. પ્રાતઃકાળ થયે. પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ડેકિયું કરી રહ્યા છે, તે સમયે મયણા શ્રીપાલને વિનંતિ કરે છે – સ્વામીનાથ! ચાલો આપણે જિનેશ્વર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ એ. પરમાત્માના દર્શન કરવાથી દુઃખ અને દૌર્ભાગ્ય નાશ પામે છે. શ્રીપાલને બાલ્યાવસ્થામાં કેદ્રને રેગ થયેલ. ભગવાન કે દશનને કાંઈ ખ્યાલ ન હતું, પરંતુ મયણના વચનમાં તત્ત્વ સમાયેલું છે તેમ સમજીને શ્રીપાલ પણ મયણાની સાથે દર્શન કરવા ચાલે છે.
ઋષભદેવ પરમાત્માના મંદિરે બન્ને દર્શન કરવા આવ્યાં. પરમાત્માનું દર્શન કરતાં બનેના હૃદયમાં આહલાદ ઉત્પન્ન થયે. તે બંનેનાં હૃદય આનંદથી ઊભરાવા લાગ્યાં. પરમાત્માની સ્તુતિ કરે છેત્રિભુવન નાયક તું વડો રે લોલ,
તુમ સમ અવર ન કઈ રે જિનેશ્વર, ત્રણ જગતના સર્વોપરી મહાસત્તાધીશ પરમામા! આપ I એક જ સકલ જગતના આધાર છે. હે કરૂણાસાગર પ્રભુ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org